America માં ટ્રક ચલાવવું છે તો હવે આવશ્યક થશે અંગ્રેજી, રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નવો આદેશ જાહેર
America : હવે અમેરિકા માં ટ્રક ડ્રાઇવિંગ કરવું તે લોકો માટે મુશ્કેલ બની શકે છે, જેમને અંગ્રેજી ભાષામાં પ્રવીણતા નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક નવો કાર્યકારી આદેશ જારી કર્યો છે, જેના હેઠળ ટ્રક ચાલકો માટે અંગ્રેજી ભાષામાં નિપુણતા ફરજિયાત બની છે. આ નિર્ણય ભારતીય મૂળના ટ્રક ડ્રાઇવર ખાસ કરીને સીખ સમુદાયમાં ચિંતાનો વિષય બની રહ્યો છે.
નવો આદેશ અને તેની અસર
અહેવાલ મુજબ, ટ્રમ્પના આ કાર્યકારી આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક મજબૂતી અને જાહેર સલામતી માટે ટ્રક ચાલકોમાં અંગ્રેજી ભાષાની યોગ્ય સમજ અનિવાર્ય છે.
આદેશમાં જણાવવામાં આવ્યું છે કે:
- ટ્રક ડ્રાઇવરોએ ટ્રાફિક સંકેતોને વાંચી અને સમજીને તેનું પાલન કરવાની ક્ષમતા હોવી જોઈએ.
- સીમા સુરક્ષા, કૃષિ ચેકપોસ્ટો અને કાર્ગો વજન સ્ટેશનો પર અધિકારીઓ સાથે અસરકારક રીતે સંવાદ કરવો આવડવો જોઈએ.
સીખ સંગઠનોનો વિરોધ
આ આદેશ વિરુદ્ધ સીખ અધિકાર સંગઠનો અને વિદેશી શ્રમિક સમર્થન જૂથોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમનું માનવું છે કે આ પગલાં રોજગારની તકોમાં ભેદભાવ વધારશે અને અંગ્રેજી ન આવડતા શ્રમિકો માટે અવરોધ ઉભો કરશે.
JUST IN: President Trump to sign a new Executive Order requiring truck drivers to be proficient in English to operate on US roads. pic.twitter.com/H7gqJeKgoP
— Libs of TikTok (@libsoftiktok) April 28, 2025
એક સીખ પ્રતિનિધિએ જણાવ્યું હતું:
“અમારા સમુદાયના અનેક લોકો વર્ષોથી ટ્રક ચલાવી રહ્યા છે અને તમામ સલામતી નિયમોનું પાલન કર્યું છે. હવે અંગ્રેજીને આધારે તેમને બહાર કરવાની કવાયત કરવી અન્યાયપૂર્ણ છે.”
ટ્રમ્પે શું કહ્યું?
ટ્રમ્પે આદેશમાં જણાવ્યું:
“મારું પ્રશાસન અમેરિકન ટ્રક ડ્રાઇવર, મુસાફરો અને અન્ય લોકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. આ કાયદો સુનિશ્ચિત કરશે કે દરેક વાણિજ્યિક વાહન ચલાવનાર વ્યક્તિને રાષ્ટ્રીય ભાષા તરીકે માનેલી અંગ્રેજી માં પૂરતી કૌશલ્યતા હોય.”
ટ્રમ્પના આ નવા આદેશને લઈને ચર્ચા છેડાઈ છે. જ્યાં સરકાર આ પગલાને સલામતી અને વ્યવસાયિક ક્ષમતા સાથે જોડે છે, ત્યાં વિપક્ષી પક્ષો તેને ભેદભાવની નવી દીવાલ તરીકે જોવે છે. હવે જોવું એ રહેશે કે આ નિયમ અમેરિકામાં પહેલાથી કાર્યરત વિદેશી ટ્રક ડ્રાઇવર સમુદાયને કેવી અસર કરે છે.