America China Tariff War : ચીનની ચેતવણી – ‘ધમકીથી રસ્તો નહીં મળે’, ટ્રમ્પે જિનપિંગને કહ્યું ‘સ્માર્ટ’
America China Tariff War અમેરિકા અને ચીન વચ્ચેનો ટેરિફ યુદ્ધ ફરી ઉગ્ર બની રહ્યો છે. 10 એપ્રિલ, 2025ના રોજ ચીનના વાણિજ્ય મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે તેઓ વાતચીત માટે તૈયાર છે,
ચીનનો કડક સંદેશ:
વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા હી યોંગકિઆએ કહ્યું કે, “અમે સંવાદમાં માનીએ છીએ, પરંતુ ચીનને ધમકી આપીને કે બ્લેકમેઇલ કરીને કોઈ વાટાઘાટ શક્ય નથી. જો અમેરિકા પોતાના મિજાજ પર અડગ રહેશે, તો ચીન પણ અંત સુધી પોતાના હિતો માટે અડગ રહેશે.”
ટ્રમ્પનો નરમ વલણ – જિનપિંગની પ્રશંસા:
વિચિત્ર રીતે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગને “સ્માર્ટ” ગણાવ્યા. તેમણે જણાવ્યું કે શી “દુનિયાના સૌથી હોશિયાર નેતાઓમાંના એક છે” અને જણાવ્યું કે “તેઓ તેમના દેશ માટે ખૂબ પ્રેમ ધરાવે છે.” ટ્રમ્પે ઉમેર્યું કે બંને વચ્ચે સીધી વાતચીત માટે દરવાજા ખુલ્લા છે – “ફોન આવે અને વાટાઘાટ શરૂ થાય, ત્યાર પછી રેસ સમાપ્ત થઈ જશે.”
ટેરિફના વારફેરમાં આક્રમક પગલાં:
3 એપ્રિલ: અમેરિકા દ્વારા ચીની માલ પર 34% ટેરિફ લાદવામાં આવ્યો.
ચીની પ્રતિસાદ: સમાન ટેરિફ સાથે બદલાની કાર્યવાહી.
9 એપ્રિલ: ટ્રમ્પે 104% વધારાની ડ્યુટીની જાહેરાત કરી.
10 એપ્રિલ: ચીને પ્રતિસાદરૂપે અમેરિકન માલ પર ટેરિફ 34%થી વધારીને 84% કરી દીધો, જે આજથી અમલમાં આવ્યો છે.
ટ્રમ્પના ‘America First’ અભિગમ અને ચીન સાથેનો વ્યાપાર ઘાટ ઘટાડવાના પ્રયત્નો પાછળ વાણિજ્ય નીતિનો મુખ્ય મુદ્દો છે. બીજી તરફ, ચીન પોતાના સ્વાવલંબન અને વૈશ્વિક બજારમાં સ્થાનને જાળવી રાખવા પ્રયાસરત છે.ટેરિફ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચેનો આર્થિક સંઘર્ષ નથી—તે એક ગ્લોબલ પાવર પ્લે છે. જ્યાં એક તરફ ચીન મૂલ્ય નમાવતા વાટાઘાટની વાત કરે છે, ત્યાં ટ્રમ્પની ભાષા મીઠી જણાય છે, પણ અંદરથી મુદ્દો એ છે કે – “કોણ પહેલા પળે?”
આ યુદ્ધમાં સૌથી વધુ અસર સામાન્ય નાગરિક અને વૈશ્વિક બજાર પર પડશે