આ સપ્તાહ 7 એપ્રિલના રોજ પાપમોચની એકાદશી વ્રત કરવામાં આવશે. પછી 9 એપ્રિલના રોજ પ્રદોષ વ્રતમાં શિવપૂજા કરવામાં આવશે. આ દિવસે ફાગણ મહિનાના વગ પક્ષની તેરસ તિથિ હોવાથી વારૂણી પર્વ પણ ઊજવવામાં આવશે. ધર્મસિંધુ ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ પર્વમાં તીર્થ સ્નાન અને દાન કરવાથી અનંત ગણું શુભ ફળ મળે છે. જે અનેક યજ્ઞ અને મોટા પર્વમાં દાન સમાન હોય છે. તેના પછીના દિવસે શિવ ચૌદશ વ્રત કરવામાં આવશે. ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશીને પાપ મોક્ષિની એકાદશી કહેવામાં આવે છે. આ તિથિ ખાસ કરીને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની પૂજા કરવી વિશેષ ફળદાયી હોય છે. પાપ મોક્ષિની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે, જે હોળી અને નવરાત્રિની વચ્ચે આવે છે. આ દિવસે અનેક લોકો વ્રત રાખવાની સાથે ભગવાન સત્યનારાયણની કથા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરે છે. નામ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરનાર તમામ મનુષ્યોને પાપમાંથી મુક્તિ મળે છે. પ્રદોષ વ્રત કરનારને દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ, ભોગ અને ઐશ્વર્યશાળી જીવન મળે છે. ભગવાન શિવની કૃપાથી લગ્નજીવન પણ સુખી થાય છે અને લાંબી ઉંમર સાથે સારું સ્વાસ્થ્ય પણ મળે છે.

Collection of the Kalabhavan Banares Hindu University. eighteenth century Vaishnava painting , Vishnu, Lakshmi, Anant Shesha , Brahma, Markendeya