Bangladesh: બાંગ્લાદેશમાં અનામત સામે વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ છે. હિંસામાં અત્યાર સુધીમાં 440 લોકોના મોત થયા છે. શેખ હસીનાએ ભારત છોડ્યું ત્યારથી અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બાંગ્લાદેશી સેના હિંસા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ અને સેનાના જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા
હિંસામાં ઘણા લોકોના મોત થયા છે
સોમવારે સવારે 11 થી 8 વાગ્યા સુધી ઢાકા મેડિકલ કોલેજમાં 37 મૃતદેહો લાવવામાં આવ્યા હતા. તેમજ 500 ઘાયલ લોકો પણ અહીં આવ્યા હતા. શેખ હસીનાએ ભારત છોડતાની સાથે જ દેશમાં હિંસા ફાટી નીકળી હતી. લોકો વડાપ્રધાનના આવાસમાં પણ ઘૂસી ગયા હતા. તેઓ ત્યાં હાજર વસ્તુઓ પોતાની સાથે લઈ ગયા. શેખ હસીનાના ખાનગી નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. શેખ હસીનાની પાર્ટીના નેતાઓના ઘરો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા.
ઘણા હિંદુ ઘરોને બાળી નાખવામાં આવ્યા
હિન્દુઓ માટે ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે. 27 જિલ્લાઓમાં હિન્દુઓના ઘરો અને વ્યવસાયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશી અખબાર ડેલી સ્ટારના અહેવાલ મુજબ, સોમવારે સાંજે પ્રદર્શનકારીઓએ તેલીપારા ગામમાં રહેતા પૂજા ઉદ્યાન પરિષદના સચિવ પ્રદીપ ચંદ્ર રોયના ઘરમાં તોડફોડ કરી અને લૂંટ ચલાવી. વિરોધીઓએ મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્ય મુહિન રોયની માલિકીની કોમ્પ્યુટરની દુકાન પણ લૂંટી હતી. કાલીગંજ ઉપજિલ્લાના ચંદ્રપુર ગામમાં પણ હિન્દુ પરિવારોને લૂંટવામાં આવ્યા હતા. પાડોશી દેશમાં હિંદુઓ પ્રત્યે એટલી નફરત છે કે હાથીબંધ જિલ્લાના સરદુબી ગામમાં ગઈકાલે રાત્રે 12 હિંદુઓના ઘર સળગાવી દેવામાં આવ્યા હતા.