આપણે અત્યારે સુધી એ જ સમજી રહ્યા છીએ કે એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ થાય છે. અને આ ધોરણને સંપૂર્ણ દુનિયામાં માનવામાં આવે છે.બાળકોને પણ શાળામાં આજ ભણાવવામાં આવે છે. 1889માં પહેલીવાર એક કિલોગ્રામનું વૈશ્વિક કદ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આજે ફ્રાંસના વર્સેલ્સમાં કિલોગ્રામની પરિભાષા બદલાઇ જશે. દુનિયાના 60 દેશો આના પર નિર્ણય સંભડાવશે.
આ ધાતુને એક કિલોગ્રામના વજનનું સૌથી શુદ્ધ રૂપ માનવામાં આવે છે, પરંતુ તેના વજનમાં અંતર છે. આને શુદ્ધ રાખવા માટે કેટલાક વર્ષો બાદ તેને સાફ કરીને ફરી વજન કરવામાં આવે છે. અને જે પરિણામ આવે છે, તેને જ વૈશ્વિક કદ પર કિલોગ્રામનો સૌથી શ્રેષ્ઠ ધોરણ માનવામાં આવે છે. આજે પ્લેટિનમ ઇરીડિયમના ધાતુની ફરી સાફસફાઇ કરવામાં આવશે અને તેનું વજન કરવામાં આવશે જ્યાર બાદ આખી દુનિયામાં કિલોગ્રામનો અર્થ બદલાઇ જશે. જેના કારણે દરેક વસ્તુના માપમાં ફેરફાર થશે.