આજે અમે આ આર્ટીકલમાં તમને ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને શનિદેવ સાથે સંકળાયેલી અમુક બાબત જણાવી રહ્યા છીએ. જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહિ હોય. આ પૌરાણિક કહાની વિશે જણાવી રહ્યા છીએ જેમાં એક વાર શનિ દેવ ભગવાન વિષ્ણુ પાસે ગયા, ત્યાં સૌથી પહેલા શનિદેવે ભગવાન વિષ્ણુનું અભિવાદન કર્યું અને એ પછી માં લક્ષ્મીની સામે જોતા વિષ્ણુ જીને શનિદેવે પૂછ્યું પ્રભુ અમે બંને તમને કેમ લાગીએ છીએ. શનિદેવની આ બાબત પર ભગવાન વિષ્ણુ થોડા સમય માટે ચુપ રહ્યા. કારણકે આ પ્રશ્નનો જવાબ સરળ ન હતો. ભગવાન વિષ્ણુને ખબર હતી કે જવાબ અપીને ગુસ્સે થશે. ભગવાન વિષ્ણુને મૌન જોઇને શનિદેવે ફરીથી પ્રશ્ન પૂછ્યો. આ દરમિયાન ભગવાન વિષ્ણુને વિચાર આવ્યો જેમાં એમણે કહ્યું કે શનિદેવ તમે અને લક્ષ્મીજી ની સાથે એ સામે વાળા વૃક્ષ સુધી જાવ અને વૃક્ષને સ્પર્શ કરીને ઝાડનું એક પાંદડું લઈને પ્રમાણ સ્વરૂપ મારી પાસે લઈને આવો. જયારે બંને ઝાડ બાજુ જઈ રહ્યા હતા તો એ સમય પર વિષ્ણુ બંને ને જોઈ રહ્યા જેના થોડા સમય પછી બંને વૃક્ષને સ્પર્શ કરીને પ્રમાણ સ્વરૂપ એક પાંદડા લઈને પાછા આવી ગયા. ત્યાર પછી ભગવાન વિષ્ણુ એ કહ્યું કે હે શની દેવ તમે જતી વખતે મને સારા લાગો છો અને હે લક્ષ્મી તમે આવતા હોય ત્યારે મને સારા લાગો છો ત્યાર પછી ભગવાન વિષ્ણુનો જવાબ સાંભળી બંને પ્રસન્ન થઇ ગયા. હવે અમે આ કથામાં છુપાયેલી વાત જણાવીશું જીવનમાં દરેકને શનિની ઉતરતી એટલે કે શનિના દોષ જતી વખતે પ્રસન્ન કરે છે અને લક્ષ્મી આવતી હોય ત્યારે સારી લાગે છે.
