કારાકેસઃ વેનેઝુએલામાં ફુગાવો ફાટફાટ થઈ રહ્યો છે ત્યારે તેના પર કાબૂ મેળવવા માટે હવે 500થી લઈને 20,000 બોલિવગરની કરન્સી નોટ બજારમાં મૂકવામાં આવી છે. એક બાજુ 20,000ની નવી નોટ રજૂ કરવામાં આવી છે તો બીજી બાજુ વેનેઝુએલાના લોકો ૧૦૦ બોલિવરની નોટબંધીને કારણે બેન્કો અને એટીએમમાં લાંબી લાઈન લગાવી રહ્યા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ કહ્યું હતું કે નવી નોટ રજૂ કરવાથી આર્થિક સંકટ સામે સ્થિરતા મેળવવામાં મદદ મળશે. માદુરોએ ગયા મહિને ૧૦૦ બોલિવરની સૌથી મોટી નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.
ભારતમાં જે ફુગાવાનો દર ૩-૪ ટકા છે તે વેનેઝુએલામાં ૧૦૦ ટકાને પાર કરી ગયો છે. નવી ૨૦,૦૦૦ બોલિવરની નોટની પણ આંતરરાષ્ટ્રીય બજારમાં બિનસત્તાવાર કિંમત માત્ર છ ડોલર જ આંકવામાં આવી રહી છે. મતલબ કે વેનેઝુએલાના ૨૦,૦૦૦ બોલિવર બરાબર અંદાજે ૪૦૦ રૂપિયા મૂલ્ય થાય છે.