દુનિયા ટેક્નોલોજીના ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે. જેમાં ચીન તો અમેરિકાથી પણ ટેક્નોલોજીની બાબતમાં આગળ નીકળી ગયું છે. ન્યૂઝ ચેનલ વાંચવા માટે માણસ પણ નથી રાખ્યો અને રોબોટ પણ નથી રાખ્યો તો આ છે કોણ?
ભલે આપણે એમ કહેતા હોઇએ કે ચીનની વસ્તુઓ વધારે ચાલતી નથી, પણ તે જે બનાવે, તે જોતા સમયે આપણી આંખો ચાર જરૂર થઇ જાય છે. આજે પણ ભારતની ફ્લાઇટ્સમાંથી હજ્જારો ચાઇના મોબાઇલ ઉતરે છે, એ જ દર્શાવે છે કે ટેક્નોલોજીમાં ચીન દુનિયામાં આગળ છે અને હવે ચીનનો આનમૂનો પણ જોઇ લો.
ચીને પહેલો આર્ટિફિશિયલ ઇંન્ટેલિજન્ટ બેસ્ટ ન્યૂઝ એંકર તૈયાર કર્યો છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ ન્યૂઝ એંકર ડેઇલી ટીવી ન્યૂઝ રિપોર્ટનો પૈસા બચાવશે. કારણ કે તે 24 કલાક સત્તત કામ કરી શકે છે. ખાસ તો એ કેતેનામાં બ્રેકિંગ ન્યૂઝ તાત્કાલિક વાંચવાની ક્ષમતા છે. આર્ટિફિશિયલ ઇંન્ટેલિજટન્ટનો ઉપયોગ કરીને તસવીરો અને માણસનો અવાજ મિલાવી તે બિલ્કુલ અસલી ન્યૂઝ એંન્કરની માફક એક્સપ્રેસન પણ આપી શકે છે.