નોર્થ યુગાન્ડામાં ફરી એક વખત હિંસા ફેલાઈ છે અને ભયંકર તોફાનો ફાટી નિકળ્યા છે. જેના કારણે ત્યાં રહેતા ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતીઓની દુકાનોને નિશાન બનાવવામાં આવી રહી છે. ગુજરાતીઓ ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર બન્યા છે.
ગુજરાતીઓની દુકાનો પર પત્થરમારો કરાયો છે. તોફાનોના ફેલાવવાના કારણે આશરે 200 જેટલા ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ ફેલાયો છે. હિંસાની શરૂઆત એક ગુજરાતીના હાથે થયેલા અકસ્માતમાં યુગાન્ડાના એક અશ્વેત વ્યક્તિના મૃત્યુ સાથે થઈ હતી. નોર્થ યુગાન્ડામાં ગુજરાતીથી એક અશ્વેત વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું. આ વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. અશ્વેત લોકો ભારે રોષે ભરાયા હતા. તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ગુજરાતીઓની દુકાનો પર પત્થરમારો કર્યો હતો.
આ ઘટના બાદ યુગાંડામાં વસતા 200 ગુજરાતી પરિવારોમાં ભયનો માહોલ બન્યો છે. પરિણામે ગુજરાતમાં રહેતા આ લોકોના પરિજનો પણ ચિંતિત બન્યા છે. હિંસાના કારણે અનેક ઠેકાણે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. જેમાં અનેક લોકોને ઈજા પહોંચી છે. ભારતીયોએ આ મામલે વિદેશમંત્રીને ટ્વિટ કર્યું છે. જેમાં પરિસ્થિતિ તાળે પાડવા અને મદદની અપીલ કરવામાં આવી છે.