વોશિંગટન તા.30 : અમેરિકા માં સાત મુસ્લિમ દેશો પર ના પ્રતિબંધ બાદ સમગ્ર અમેરિકા ની સાથે વિશ્વભર માં તેનો ભારે વિરોધ જોવા મળ્યો છે.મળી માહિતી અનુસાર અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનલ ટ્રમ્પ ના વિરોધ માં આજે અમેરિકા ના લગભગ દરેક શહેર માં હજારો લોકો રસ્તા પર ઉતરી ને વિરોધ માં જોડાયા હતા અને તેમાં બિન મુસ્લિમ લોકો ની સંખ્યા આંખે ઉડી ને વળગે તેવી હતી.
અમેરિકા ના સાત શેહેરો માં હજારો લોકો દ્વારા વિવિધ રેલી યોજી ટ્રમ્પ ના નિર્ણય નો પોસ્ટરો તેમજ કાર્ડ દેખાડી ને સુત્રોચાર કર્યા હતા.અને આવા દ્રશ્યો એરપોર્ટ પર પણ જોવા મળ્યા હતા.લોકો એ વિદેશી સરણાર્થીઓના સમર્થન માં ધારણા કર્યા હતા.અમેરિકા ના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ લોકો ના વિરોધ નો કેદ્ર બન્યા છે વિવિધ મુદ્દે લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે આ પેહલા દેશ ની મહિલાઓ એ પણ અલગ અલગ શહેરોમાં રેલીઓ યોજી ને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ટ્રમ્પ ના નિર્ણય પર કોર્ટ નો સ્ટે.
– ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મુસ્લિમ દેશો પર ના બેન પછી સમગ્ર અમેરિકા અને વિશ્વભર ના લોકો એ તેની ભરી ટીકા કરી હતી.જેના બાદ ટ્રમ્પએ એ પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે આ બેન માત્ર મુસ્લિમો માટે સીમિત નથી.તેમજ આ નિર્ણય પછી અમેરિકાની એક કોર્ટ ના જજ દ્વારા ટ્રમ્પ ના નિર્ણય પર હાલ પૂરતો સ્ટે મુક્યો હતો.તેમજ જે લોકો ને વિઝા આપી દીધા હોય,કે જે લોકો અમેરિકા માં પ્રવેશી ચુક્યા હોય તેમને અટકાવી શકાય નહિ.અને અમેરિકા માં વિઝા ની મર્યાદા સુધી રહેવા દેવામાં આવશે.
– આ પ્રતિબંધ બાદ સ્ટેના ઇમર્જન્સી આદેશ સાથે અનેક વકીલો એરપોર્ટ પર પીડિત મુસ્લિમો ની મદદ એ ઉતરી આવ્યા હતા.
– મુસ્લિમ દેશો ના નાગરિક પર ના બેન પછી ટ્રમ્પ પર ભારે દબાણ આવી ગયું છે.જેના બાદ થી મુસ્લિમ દેશો કે જેની પાસે તેલ ના ભંડાર છે તે લોકો એ અમેરિકા સાથે ના તમામ વ્યાપાર સહીત ના સંબંધો તોડવાની શરૂઆત કરી દીધી છે.ટ્રમ્પ ના આ નિર્ણય પછી એરપોર્ટ લોકો ને હેરાનગતિ કરવાનું શરૂ થઇ ગયું હતું જેમાં અનેક ભારતીય નો પણ સમાવેશ થયો છે.