છેલ્લા ઘણા સમયથી ઓઝોનના સ્તરમાં થતા નુસાનને કારણે પૃથ્વીવાસીઓ ચિંતામાં હતા. પણ ગ્લોબલ વોર્મિંગને કારણે પિડાઈ રહેલ પૃથ્વીવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. ધરતીને સુરક્ષા પુરૂ પાડતા ઓઝોન વાયુના સ્તરમાં સુધારો થયો છે.
સંયુક્ત રાષ્ટ્રના નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઓઝોન વાયુનુ સ્તર 1970ના દાયકા બાદ બગડતુ જતુ હતું. વૈજ્ઞાનિકોએ આ ખતરાની જાણકારી આપી અને ઓઝોનને નુંકશાન પહોંચાડનારા રસાયણોનો ઉપયોગ ધીમે ધીમે કરીને દુનિયાભરમાંથી બંધ જ કરી દીધો.
ઈક્વાડોરના ક્વિટોમાં ગઈ કાલે સોમવારે યોજાયેલા એક સમ્મેલનમાં જાહેર કરવામાં આવેલા વૈજ્ઞાનિક આંકલન અનુસાંર, 2030 સુધીમાં ઉત્તર ગોળાર્ધ પર ઓઝોન વાયુનું ઉપલું પડ સંપૂર્ણ રીતે બંધાઈ જશે. એંટાર્કટિકા ઓઝોન ગાબડું 2060 સુધીમાં ગાયબ થઈ જવું જોઈએ. તેવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં આ પ્રક્રિયા થોડી ધીમી છે. માટે અહીં ઓઝોન વાયુના સ્તરમાં પડેલું ગાબડું સદીના મધ્ય ભાગ સુધીમાં ફરીથી બંધાઈ જાય તેવી શક્યતા છે.
નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેંટરના પ્રમુખ પૃથ્વી વૈજ્ઞાનિક અને અહેવાલના સહ પ્રમુખે જણાવ્યું છે કે, આ બાબત ખરેખર સારી છે. જો ઓઝોનને ક્ષીણ બનાવતા તત્વો વધી જાત તો આપણને તેના ભયાનક પરિણામો જોવા મળત. પરંતુ આપણે તેને અટકાવી દીધું છે.
ઓઝોન પૃથ્વીના વાયુમંડળનું એ સ્તર છે જે આપણા ગ્રહને પરાગમન કિરણો યૂવી કિરણો થી બચાવે છે. પરાગમન કિરણો ચામડીનું કેંસર, પાકને નુંકસાન અને અન્ય સમસ્યાઓ સર્જે છે.