કેલિફોર્નિયામાં લાગેલા દાવાનળમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આગ સદીની સૌથી ભયાનક આગ છે. આ રોજ વધુ 13 શબ મળી આવતા મૃત્યુઆંક 42 પહોંચ્યો છે અને હજી 228 લોકો લાપતા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પેરેડાઈઝ ટાઉનમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. દક્ષિણમાં માલિબમાં બે લોકોના મોત થયા છે. આગને લીધે 7200 જેટલી ઈમારતોને નુકસાન થયું છે અને હજી 1500 જેટલી ઈમારતો પર જોખમ છે. સમગ્ર રાજ્યના 2,50,000 લોકોને આગને કારણે ઘર છોડવું પડ્યું છે.