ક્યબેક કેનેડા તા.30 : આજે કેનેડા ના ક્યબેક સીટી ની એક મસ્જિદ માં અજાણ્યા શખ્સો દ્વારા અંધાધુન ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 5 લોકો ના મોત નિપજ્યા હોવાના એહવાલ પ્રકાશ માં આવી રહ્યા છે.મળતી માહિતી અનુસાર આ બનાવ સાંજ ના સમયે લોકો નમાઝ અદા કરી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો તેમ પોલીસે જણાવ્યું હતું.
પ્રત્યદર્શી એ જણાવ્યું હતું કે 3 જેટલા અજાણ્યા શખ્સો એકાએક મસ્જિદ માં ધસી આવ્યા હતા.અને તેમને લગભગ 40 લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું સદ્નસીબે તેમના માં અને 5 લોકો ના મોત નિપજ્યા હતા જયારે અન્ય લોકો ને ગંભીર ઇજા પહોંચી હતી.પોલીસે સમગ્ર મસ્જિદ ની આસપાસ માં ડેરો નાખી દીધો છે અને ચુસ્તપણે સુરક્ષા ના પગલાં લેવામાં આવ્યા છે.
થોડા સમય પેહલા મસ્જિદ ની બહાર અજાણ્યા લોકો એ મૃત સુવર ને મૂકી ને જતા રહ્યા હતા અને થોડા કે દિવસ પછી આ પ્રકાર ની ઘટના સામે આવી હતી.સાલ 2015 માં કેનેડા ના ઓન્ટારિયો માં ઘણા લોકો એ ભેગા મળી ની એક મસ્જિદ ને સળગાવી દીધી હતી આ ઘટના પેરિસ માં થયેલા એક હુમલા પછી થયી હતી.