વૉશિન્ગટન તા.2 : અમેરિકા ના નવા રાષ્ટ્રપતિ તેમના નિર્ણય ના કારણે ભારે મુશ્કેલી માં મુકાઈ ગયા હોય તેમ લાગે છે.ચૂંટણી પ્રચાર થી તેમના વિરુદ્ધ માં લાખો લોકો ઉભા હતા અને તેમના રાષ્ટ્રપતિ બન્યા પછી પણ હજુ તેમનો વિરોધ બંધ થાય તેના કોઈ અણસાર નજર નથી આવી રહ્યા.ચૂંટણી પ્રચાર ના અજેન્ડા થી જ ટ્રમ્પ ની છબી લોકો માં સારી રહી નથી અને અમેરિકા ના લોકો નું કેહવું છે કે ટ્રમ્પ જતી આધારિત રાજનીતિ કરી રહ્યા છે.
જયારે એક તરફ સામાન્ય લોકો ની સાથે હવે કેટલાક જાણીતા ચેહરા અને અગ્રણી આઇટી જાયન્ટ કંપની પણ ટ્રમ્પ દ્વારા લેવાયેલા મુસ્લિમ બેન ના નિર્ણય ના વિરોધ સામેલ થયા છે.મળતી માહિતી અનુસાર ટ્રમ્પ ના એપલ,ગૂગલ અને ફેસબુક જેવી જાયન્ટ કંપની એક સાદો પત્ર પર સહી કરી ને વિરોધ નોંધવાની તૈયારી માં લાગેલા છે.જેમાં 7 મુસ્લિમ દેશો પર વિઝિટ પર આવતા પ્રવાસીયો ના બેન પર ભારે શબ્દ માં ટીકા કરવાની વાત પ્રકાશ માં આવી હતી.જેમાં એક કંપની ના સીઈઓ એ જણાવ્યું હતું કે આ અમરિકા ના ઇતિહાશ માં પેહેલી વખત હશે કે જેમાં આ પ્રકારે કોઈ રાષ્ટ્રપતિ નો વિરોધ કરવામાં આવ્યો છે.