તેમણે જણાવ્યુ હતું કે હવે ટેકનોલોજી સાથે કામ કરતા શીખવવુ પડશે. લોકોને માણસો સાથે નહીં પણ રોબોટ સાથે કામ કરતા શીખવવુ પડશે. તેમજ સ્વયં સંચાલિત અને ઈન્ટરનેટ આધારીત અર્થવ્યવસ્થા વિકસવાની છે, જે દેશ આ માટે તૈયાર હશે તે જ પોતાના દેશની અર્થવ્યવસ્થા બચાવી શકશે.
જૈક માએ જણાવ્યુ હતું કે, જો લોકો પોતાની જાતને નહીં બદલે તો આગામી દાયકાઓમાં તેમણે અનેક પ્રકારના દુઃખ સહન કરવા તૈયાર રહેવુ પડશે. ઈન્ટરનેટ, આધુનિક ટેકનોલોજી અને રોબોટ લોકોની નોકરીઓ છીનવી લેશે. સામાજિક સંઘર્ષોની અસર તમામ ઉદ્યોગો અને જીવનના પાસા પર પડશે. જેનો સામનો કરવા માટે લોકોએ તૈયાર રહેવુ પડશે. જૈક માએ જણાવ્યુ હતું કે ઈ-કોમર્સના શરૃઆતના દિવસોમાં મેં ચેતવણી આપી હતી કે આ જમાનો પરંપરાગત બજાર સિસ્ટમને નષ્ટ કરી દેશે પરંતુ તે સમયે મારી વાત કોઈએ સાંભળી નહતી. પરંતુ આજે ચીન અને અમેરિકા જેવા દેશોમાં આ અસર દેખાવાની શરુ થઈ ગઈ છે અને હું આજે ફરી ચેતવણી આપવા માંગું છું કે ભવિષ્યમાં ટેકનોલોજી લોકોને અચંબામાં મુકી દેશે. ઈન્ટરનેટ તમામ ઉદ્યોગોને પ્રભાવિત કરશે. જેનાથી કોઈપણ દેશ બચી શકશે નહીં.