Woman Runs with Train Video: ટ્રેન સાથે દોડતી મહિલા થઇ વાયરલ, લોકોએ કહ્યું, જીવન રીલથી કિંમતી
Woman Runs with Train Video: આજના સોશિયલ મીડિયા યુગમાં લોકો પલભરમાં ફેમસ થવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. કેટલાક માટે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવાની તાકાત એટલી મોટી બની ગઈ છે કે તેઓ પોતાની સલામતી અને જીવના જોખમને પણ નજરઅંદાજ કરી દે છે. આવો જ એક ચોંકાવનારો અને વિચાર કરવા લાયક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફિટનેસ ઇન્ફ્લુઅન્સર પીકુ સિંહે ટ્રેનની સાથે દોડતી હોય તેવો વીડિયો શેર કર્યો છે.
પીકુએ પોતાની ઇન્સ્ટાગ્રામ રીલમાં રેલવે ટ્રેકની સમાંતર ચાલતી પાથ પર ઝડપથી દોડતી જોવા મળે છે, જ્યારે નજીકથી એક ટ્રેન પસાર થઈ રહી છે. વીડિયોને શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું હતું – ટ્રેન સાથે દોડવું. જો કે, આવું રોમાંચક લાગતું વિઝ્યુઅલ સોશિયલ મીડિયા યુઝર્સને એકદમ ન ગમ્યું અને વીડિયોના વાયરલ થતા જ તેને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો.
View this post on Instagram
લોકોએ તેને ‘ખતરનાક’ અને ‘અન્ય યુવાઓ માટે ખોટી પ્રેરણા’ આપનાર કહીને આરોપ મૂક્યા. કેટલાક યુઝર્સે સવાલ કર્યો કે, “એક રીલ તમારી જિંદગીથી મહત્વપૂર્ણ કેવી રીતે થઈ શકે?” તો બીજાએ કહ્યું કે, “એક ખોટુ પગલું જીવલેણ બની શકે.” આવી પ્રવૃત્તિઓના કારણે યુવાનો પોતાની સાથે સાથે બીજાઓ માટે પણ જોખમ ઊભું કરે છે.
આ ઘટના એ પણ બતાવે છે કે સોશિયલ મીડિયામાં મળતી પસંદગીઓ અને લાઇક્સના પડછાયામાં કેટલાંક લોકો પોતાની અસલ વાસ્તવિકતાને ભૂલી જાય છે. આવા વીડિયો બનાવતી વખતે માત્ર પોતાની નહિ, પણ સમગ્ર સમાજની જવાબદારી પણ વિચારવી જરૂરી છે.
મૂળ વાત એ છે કે ફેમસ થવાની હવસ જિંદગીથી મોટી નથી. સોશિયલ મીડિયા માત્ર મનોરંજનનું સાધન છે, જીવનનો હેતુ નહીં.