Woman Marriage Advice Video: લગ્ન કરવાની ઉતાવળ છે? તો પહેલા આ મહિલા શું કહે છે તે જરૂર સાંભળો!
Woman Marriage Advice Video: આજના ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ના યુગમાં, આપણા સુધી રોજબરોજ જીવન સાથે સંબંધિત અનેક પ્રકારના વીડિયો અને માહિતી સરળતાથી પહોંચી રહી છે. કેટલાક વીડિયોમાંથી જ્ઞાન મળે છે તો કેટલાક માત્ર મનોરંજન પૂરતા જ હોય છે. પણ કેટલીક ક્લિપ્સ એવી હોય છે જે દર્શકોને હસાવવાને બદલે વિચારતા પણ કરી દે છે. હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા લગ્ન વિશે એવી વાત કહે છે કે જે દરેક યુવક અને યુવતીએ લગ્ન કરતા પહેલા ચોક્કસ વિચારવી જોઈએ.
આ વાયરલ ક્લિપમાં એક મધ્યવયસ્ક મહિલા રસોડામાં કામ કરતી જોવા મળે છે. સાડીમાં એ રસોઈમાં વ્યસ્ત હોવા છતાં કેમેરા સામે ફરતાં એ એવી વાત કરે છે કે લોકો રોકાઈ જાય. મહિલા કહે છે, “જો તમને લાગે છે કે તારે તરત લગ્ન કરી લેવા જોઈએ… દીકરા, તો તું પોતાનું જીવન જ બરબાદ કરી નાખીશ. પહેલા એક વખત લગ્ન તો કરી લેવા દે!” એ વાતને તે એવા ટોનમાં કહે છે કે જે મજાક પણ લાગે અને તાત્પર્યપૂર્ણ પણ.
View this post on Instagram
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @akshu_walhekar_24 નામના એકાઉન્ટ પરથી અપલોડ થયો છે અને અત્યાર સુધીમાં 2.2 કરોડથી વધુ વ્યૂઝ અને 7 લાખથી વધુ લાઇક્સ મળ્યા છે. લોકો તેનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. કમેંટસમાં અનેક યુઝર્સે લખ્યું છે કે “હવે તો લગ્ન માટે રાહ જ જોશુ,” તો કેટલાકે કહ્યું કે, “આ વિડિયોએ આંખ ખોલી નાખી.” એક યૂઝરે હસતાં લખ્યું, “દીકરા, હવે તો સિંગલ જ રહીશ!”
કેટલાક લોકોએ તો મહિલાનો આભાર પણ માન્યો કે તેણીએ એમની આંખો ખોલી દીધી. આ વીડિયો દર્શાવે છે કે કેવી રીતે હાસ્યભાવમાં પણ ગંભીર સંદેશો આપી શકાય છે – ખાસ કરીને લગ્ન જેવી મોટી જવાબદારી અંગે.