Woman finds man under bed video: જાપાનની હોટલમાં યુવતી સાથે બની ભયંકર ઘટના, પલંગ નીચે જોઈ ભયાનક આંખો!
Woman finds man under bed video: આજના સમયમાં ઘણી છોકરીઓ એકલી પ્રવાસ કરે છે, નવનવી જગ્યાઓની મુલાકાત લે છે અને હોટલમાં રહે છે. આવી સ્વતંત્રતા અનમોલ છે, પણ સાથે સાથે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. કેટલીકવાર ખોટા ઇરાદાવાળા લોકો મુશ્કેલી ઊભી કરી શકે છે. જાપાનની એક હોટલમાં રહેતી એક યુવતી સાથે આવી જ એક ડરાવની ઘટના બની.
થાઇલેન્ડની નતાલીસી (@natalisi_taksisi) નામની ટ્રાવેલ બ્લૉગરે ઇન્સ્ટાગ્રામ પર આ દુર્ઘટનાનું વર્ણન કર્યું છે. તેણે જણાવ્યું કે તે ત્રણ દિવસ માટે જાપાનની એક હોટલમાં રહી હતી. એક રાત્રે તેને પલંગ નીચેથી અજીબ અવાજો સાંભળાયાં. શંકાએ તેને નીચે જોયું અને ત્યાંથી બે માનવી આંખો તેની તરફ જોઈ રહી હતી. આ દૃશ્ય જોઈ નતાલીસી ભયભીત થઈ ગઈ અને ચીસો પાડી. થોડીક જ વારમાં પલંગ નીચે છૂપાયેલો પુરુષ બહાર આવ્યો અને તેણી તરફ જોઈ રહ્યો. પછી તે પણ ગભરાય ગયો અને ત્યાંથી ભાગી ગયો.
View this post on Instagram
પછી તરત પોલીસને બોલાવવામાં આવી. હોટલ સ્ટાફ પણ આ ઘટનાથી ચકિત થયો હતો કારણ કે તેમને ખબર જ ન હતી કે કોઈ અજાણ્યો વ્યક્તિ હોટલમાં કેમ અને કેવી રીતે પ્રવેશી ગયો. હોટલમાં કાર્ડ એન્ટ્રી સિસ્ટમ હોવા છતાં પણ આ બની ગયું અને સીસીટીવી કેમેરા પણ ખરાબ હાલતમાં હતા. લાંબી જહેમત બાદ, હોટલે નતાલીસીને સંપૂર્ણ રિફંડ આપ્યું અને તે બીજી હોટલમાં શિફ્ટ થઈ ગઈ, જોકે ડર હજુ તેની સાથે હતો.
આ વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. 24 લાખથી વધુ વ્યૂઝ સાથે હજારો લોકોએ કોમેન્ટ કરી છે. ઘણા યુઝર્સે આવી હોટલોમાં સાવધાની રાખવાની સલાહ આપી છે અને આવા બનાવોને ગંભીરતાથી લેવાની માંગ કરી છે.