Wife Threw Her Husband From Roof Video: છત પરના ઝઘડાનો વીડિયો થયો વાયરલ, પત્નીનો ખતરનાક ગુસ્સો જોઈને લોકો દંગ
Wife Threw Her Husband From Roof Video: સોશિયલ મીડિયા પર એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં પતિ-પત્ની ઘરની છત પર ઉગ્ર વિવાદમાં ઝડપાયેલા જોવા મળે છે. સામાન્ય રીતે દંપતી વચ્ચેના ઝઘડા સંબંધો માટે હાનિકારક ગણાય છે, પરંતુ આ વીડિયોમાંનું દ્રશ્ય એવું કંઈક જુદું જ કહે છે – જેને જોઈને લોકો હસી પણ પડયા છે અને આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે.
વિડિયોમાં જોવા મળે છે કે પતિ-પત્ની એકબીજાની સામે ઊભા છે અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. વાત એટલી વધી જાય છે કે ગુસ્સાથી ભરેલી પત્ની પતિને એટલી તીવ્રતાથી ધક્કો મારે છે કે તે સીધો છત પરથી નીચે પડી જાય છે. સદનસીબે નીચે આવેલી ઝૂંપડીએ તેનું જીવન બચાવી લીધું.
આ વીડિયો કોઈ ત્રીજા વ્યકિત દ્વારા કેમેરામાં કેદ કરાયો હોવાનું લાગે છે અને હાલમાં તે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો X (પૂર્વમાં Twitter) પર @rareindianclips નામના હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો અને 20 સેકન્ડના આ ક્લિપને 41 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
Me and who? pic.twitter.com/q1FXBBOSVO
— rareindianclips (@rareindianclips) April 10, 2025
વિડીયોના વાયરલ થતાની સાથે જ લોકોની વચ્ચે ચર્ચાઓ શરૂ થઈ છે. ઘણા લોકો મહિલાના વ્યવહાર પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તો કેટલાક આખી ઘટનાનું સાચું રૂપ જાણવા માંગે છે. એક યુઝરે ટિપ્પણી કરી, “જો એજ કામ પતિએ કર્યું હોત, તો નારી આયોગનો અવાજ આસમાને પહોંચ્યો હોત.” બીજાએ કહ્યું, “વિડિયો તો વાયરલ છે, પણ પાછળની હકીકત જાણી લેવામાં જ સમજદારી છે.”
આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી ઘટનાઓને સમજૂતી સાથે જોવી અને તેના સંપૂર્ણ પરિપેક્ષ્યમાં સમજવી જરૂરી છે.