Viral Video: આ રશિયન છોકરી છે અસલી આઇસ ક્વીન, નાસ્તામાં બરફ ખાય છે, વાયરલ વિડિયો જોઈને કમકમાટી છૂટી જશે
Viral Video Ice Queen Galkina Anechka: શિયાળાની ઋતુ ચાલી રહી છે અને કડકડતી ઠંડીના કારણે લોકોની હાલત ખરાબ છે. કેટલાક વિસ્તારોમાં એટલી ઠંડી પડી રહી છે કે લોકો બહાર નીકળવાનું પણ યોગ્ય નથી માનતા. ઠંડીના કારણે લોકો ધાબળામાંથી પણ બહાર નથી આવી રહ્યા. હવે આવામાં કહેવામાં આવે કે એક છોકરી છે જે બરફીલા પાણીમાં ડૂબકી લગાવે છે, તો તમે શું કહેશો?
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં છોકરી માત્ર બરફીલા પાણીમાં નહાતી નથી, પરંતુ બહાર નીકળી નાસ્તો પણ કરી રહી છે અને છોકરીનો નાસ્તો પણ બરફ છે. આ સાંભળીને તમને લાગશે કે કોઈ ખતરનાક મઝાક કરી રહ્યું છે, પરંતુ એવું નથી. આ વીડિયો જોયા પછી તમે પોતે જ અનુભવશો કે અમે સાચા છીએ. આ વિડિયોમાં દેખાતી છોકરીનું નામ Galkina Anechka છે.
નાસ્તામાં બરફ ખાય છે આ રશિયન છોકરી.
Galkina Anechka નામની આ રશિયન છોકરીને આઇસ ક્વીન (ICE QUEEN) કહીને પણ સંબોધવામાં આવે છે. આ છોકરીની હરકતો જોયા પછી, તમે તેને વાસ્તવિક આઇસ ક્વન માંની લેશો. આ છોકરી પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ‘galkina_anechka’ પર ઘણી બધી વિડિઓઝ અપલોડ કરતી રહે છે, જેમાં તમે તેની કરામાતો જોઈ શકો છો. કેટલાક લોકો કહે છે કે આ છોકરીને હાઇપોથર્મિઆ જેવો ગંભીર રોગ હોઈ શકે છે.