Viral video: નાનકડા બાળકની સ્ટાઇલ, ફોન પર એવું કહ્યું કે લોકો ચોંકી ગયા!
Viral video: સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો જોવા મળે છે જે લોકોને હસાવે પણ છે અને આશ્ચર્યચકિત પણ કરે છે. ખાસ કરીને એવા વીડિયો, જેમાં નાનકડાં બાળકો કંઈક અજીબ કે અનોખું કરે, તે તો ઝડપથી વાયરલ થઈ જાય. હાલ એક એવો જ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક તેના મિત્રને ફોન કરવા માટે બે મોટા છોકરાઓ પાસેથી મોબાઇલ માગે છે. પરંતુ તે જે કહે છે, તે સાંભળીને એ બંને છોકરાઓ તો શું, સોશિયલ મીડિયા પરના લોકો પણ ચોંકી ગયા!
વિડિયોમાં બાળક સાયકલ રોકી, ખિસ્સામાંથી એક કાગળ બહાર કાઢે છે અને કહે છે, “ભાઈ, આ નંબર પર ફોન કરો!” જ્યારે છોકરો પૂછે છે કે આ કોનો નંબર છે, ત્યારે બાળક જુસ્સાથી જવાબ આપે છે, “મારા મિત્રનો!”
View this post on Instagram
ફોન મળ્યા પછી, બાળક સીધું જ કહે છે, “બેબી, હું કાલે શાળાએ નહીં આવું, તું પણ ના આવ!” આ સાંભળીને બંને છોકરાઓ હકાબકા રહી જાય છે.
આ વિડિઓ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. લોકોએ રમુજી ટિપ્પણીઓ કરી છે, જેમાં એક યુઝરે લખ્યું, “અરે દીકરા, હું તને ગાળો પણ આપી શકતો નથી!”