Viral Prescription Photo: પ્રિસ્ક્રિપ્શનનો ફોટો વાયરલ, પોલિટિકલ સાયન્સમાં એમએ કરનાર ડૉક્ટર ચર્ચાનો વિષય બન્યો
Viral Prescription Photo: આજકાલ સોશિયલ મીડિયા પર એક ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનનો ફોટો ભારે વાયરલ થઈ રહ્યો છે, જે લોકોમાં ઉત્સુકતા અને હાસ્ય ઉકેલે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રિસ્ક્રિપ્શન ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ઝાહિદપુર વિસ્તારની શ્રીવાસ્તવ ક્લિનિકનું હોવાનું કહેવાય છે.
આ ફોટામાં બે ડોક્ટરોના નામ છે – ડૉ. દિનેશ શ્રીવાસ્તવ અને ડૉ. વરુણ શ્રીવાસ્તવ. ડૉ. દિનેશ શ્રીવાસ્તવની લાયકાત BAMS (આયુર્વેદિક તબીબ) તરીકે દર્શાવવામાં આવી છે, જે તબીબી વ્યવસાય માટે યોગ્ય છે. પરંતુ બધાનું ધ્યાન જેણે સૌથી વધુ ખેંચ્યું તે છે ડૉ. વરુણ શ્રીવાસ્તવની લાયકાત – MA (પોલિટિકલ સાયન્સ)!
View this post on Instagram
સામાન્ય રીતે, ડોક્ટરો એમબીબીએસ, બીડીએસ અથવા અન્ય તબીબી ડિગ્રી ધરાવતા હોય છે, પરંતુ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી ધરાવતો વ્યક્તિ દવા લખી શકે? આ સવાલ સોશિયલ મીડિયાના યુઝર્સને વિચારવા મજબૂર કરી રહ્યો છે. પ્રિસ્ક્રિપ્શન પર પેરાસિટામોલ અને બેકોસુલ લખાયેલ છે, જે સામાન્ય દવાઓ છે, પણ ડૉક્ટરની લાયકાત જોઈ લોકો મજાક કરી રહ્યા છે.
આ વાયરલ ફોટો @medicinefile એકાઉન્ટ દ્વારા થ્રેડ્સ પર શેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ મુદ્દે અનેક મીમ્સ પણ બનવા લાગ્યા છે. કેટલાક લોકોએ આ મજાકમાં ‘રાજકીય ડૉક્ટર’ ગણાવ્યા, જ્યારે કેટલાકે આ તબીબી વ્યવસ્થાની ખામીઓ તરફ ઈશારો કર્યો. આ પ્રિસ્ક્રિપ્શનની સત્યતા હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ ફોટોએ લોકોમાં ચોક્કસ હાસ્ય અને ચર્ચા જગાવી છે.