Viral Maths Answer Sheet: વિદ્યાર્થીએ ગણિતના પેપરમાં લખ્યું એવું કે શિક્ષક હસી પડ્યા!
Viral Maths Answer Sheet: કોઈ પણ શાળા કે કોલેજમાં બે પ્રકારના વિદ્યાર્થીઓ જોવા મળે – એક કે જેઓ ધ્યાનથી અભ્યાસ કરે અને પરીક્ષા માટે તૈયારી કરે, અને બીજાં કે જેઓ અભ્યાસ કરતાં વધુ મોજ-મસ્તીમાં રસ રાખે. આવા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા પરીક્ષાના પેપરમાં સ્પષ્ટ દેખાય છે અને ઘણી વાર સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે.
તાજેતરમાં એક એવા વિદ્યાર્થીની ઉત્તરવહી વાયરલ થઈ, જેના જવાબે લોકોને હસાવી દીધા. પેપરમાં, તેણે પ્રશ્ન નંબર 4 તો લખ્યો, પણ તેના જવાબમાં ગણિતનો ઉકેલ આપવાની જગ્યાએ લખ્યું – “મને જવાબ ખબર નથી, સંખ્યાઓ પણ ખબર નથી, ઉકેલ પણ ખબર નથી, તો હવે હું શું માંગું?” અને પછી તે લખે છે – “ફેન્ટા-ફેન્ટા, મને ફેન્ટા-ફેન્ટા આપો!”
View this post on Instagram
આ લખાણ જોઈને કોઈ પણ હસી પડશે. ગણિતના પેપરમાં આવું લખવાનું કદાચ કોઈએ કદી કલ્પ્યું પણ નહીં હોય!
આ ઉત્તરવહી ઇન્સ્ટાગ્રામ પેજ rvcjinsta પર શેર કરવામાં આવી, અને 4 લાખથી વધુ લોકોએ તેને જોયી. ઘણા લોકોએ રસપ્રદ ટિપ્પણીઓ કરી. એક યુઝરે લખ્યું – “ઓમ અને સ્વસ્તિક બહુ જરુરી હતા!”
પરંતુ આ તમામમાં સૌથી વધુ મજાની પ્રતિક્રિયા તો શિક્ષકની હતી. પેપરમાં તેમણે સીધું લખ્યું – “મને ઓફિસમાં મળો!”