Video Viral: થીજેલા ધોધ નીચે મોજ માણતા લોકો પર અચાનક પડ્યો બરફનો પહાડ
Video Viral સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેનાથી લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. વીડિયોમાં કેટલાક પ્રવાસીઓ બરફથી ભરેલા એક થીજેલા ધોધની નીચે આનંદ માણતા નજરે પડે છે. એ દરમિયાન અચાનક એક ભયાનક ઘટના સર્જાય છે, જેમાં મોજ અને આનંદનું વાતાવરણ તાત્કાલિક ચીત્કાર અને ગભરાટમાં બદલાઈ જાય છે.
Video Viral: આ ઘટના 5 જાન્યુઆરીના રોજ ચીનના શાંક્સી પ્રાંતના ઝિઆન સ્થિત હેઇશાંચા ધોધ પાસે બની હતી. ધોધના નીચે ઉભેલા પ્રવાસીઓ પર અચાનક એક ટનથી વધુ વજનના બરફના ટુકડા તૂટીને પડયા હતા. વીડિયોમાં જોવા મળે છે કે બરફ પડતા ત્યાં હાજર લોકો પોતાનો જીવ બચાવવા દોડે છે. જોકે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
પ્રવાસીઓ પર એક ટન વજનનો બરફ પડ્યો, જુઓ વીડિયો
View this post on Instagram
આ ઘટના પછી સ્થાનિક પ્રશાસને તાત્કાલિક પગલાં ભરીને પ્રવાસીઓને આ વિસ્તારમાં જવાનું અટકાવ્યું છે અને સલામતીના પગલાં વધારે કડક બનાવ્યા છે.આવા વિસ્તારમાં જવાની સલામતી માટે સજાગ થવું જરૂરી છે. ઇન્સ્ટાગ્રામ પર @livingchina પેજ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જ્યાં સાથે લખાયું હતું કે આવા ઠંડા ધોધ પર જતાં લોકોને ખાસ સલામત અંતર જાળવવું જોઈએ. નેટીઝન્સે પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.
યુઝરે લખ્યું કે આમાં વહીવટી તંત્રને દોષ આપવા વિનાની વાત છે.” એક અન્ય યુઝરે ચિંતામાં લખ્યું, “મને લાગે છે કે બરફની નીચે કદાચ વધુ લોકો દટાયા હશે.” ત્રીજા યુઝરે આ ઘટનામાં વધુ મોટી દુર્ઘટના ટળી માટે ભગવાનનો આભાર માન્યો.
ભૂતકાળમાં પણ આવી ઘટના બની હતી
છ વર્ષ પહેલાં, 2019માં પણ એવી જ ઘટનાઓ સર્જાઈ હતી. સ્નો ફોલ્સ નજીક સર્જાયેલી દુર્ઘટનામાં નવ લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિને ફ્રેક્ચર થયું હતું. આ અકસ્માત બાદ આવા ઠંડા વિસ્તારમાં પ્રવાસીઓ માટે ચેતવણી અને સલામતીના નિયમોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
આ વીડિયો યાદ અપાવે છે કે પ્રકૃતિની મજા માણતા સમયે સલામતી હંમેશા પ્રાથમિકતા હોવી જોઈએ. આ ઘટના બધા માટે એક સાવચેત રહેવાનો સંદેશ આપે છે.