Video: દાદીએ ChatGPTનો કર્યો અનોખો ઉપયોગ, પૂછ્યું પૌત્રના લગ્ન ક્યારે થશે, તો AIએ પણ મજા માણી, વીડિયો થયો વાયરલ
Video: સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ક્યૂટ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં દાદી ChatGPTનો પહેલીવાર ઉપયોગ કરતા દેખાય છે. આ વીડિયોમાં દાદી સરળતાથી અને સારી અંગ્રેજી માં ChatGPT થી પ્રશ્નો પૂછે છે, જેના કારણે આ વીડિયો વધુ રસપ્રદ બન્યો છે.
Video: આ વીડિયો બેંગલુરુના શશાંક જેકબે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @shashankjacob પર શેર કર્યો છે. વીડિયોમાં, દાદી ચેટજીપીટીને પૂછે છે, “તમે કેમ છો?” તો ChatGPT તેને જવાબ આપે છે અને દાદી તેના હાઈ બ્લડ પ્રેશર વિશે જણાવે છે અને કહે છે કે તે 88 વર્ષની છે. આગળ, દાદી ચેટજીપીટીને તેના પૌત્ર વિશે એક પ્રશ્ન પૂછે છે. તે પૂછે છે, “મારો પૌત્ર 28 વર્ષનો છે પણ તે લગ્ન કરવા માંગતો નથી, કેમ?”
ChatGPT જવાબ આપે છે, “આ એક સારો પ્રશ્ન છે. તમારા પૌત્રના લગ્ન ન થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે વ્યક્તિગત ધ્યેયો, કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું અથવા ભૂતકાળના અનુભવો.” આ સાંભળીને, દાદી તરત જ તેના પૌત્રને પૂછે છે, “શું તમને કોઈની સાથે ભૂતકાળનો કોઈ અનુભવ છે?” પૌત્ર હસીને જવાબ આપે છે, “હા, કદાચ.” પછી દાદી હસીને કહે છે, “જા, હું એ તારા પર છોડી દઉં છું.”
View this post on Instagram
આ પછી, દાદીમા ChatGPT ને તેના છોડ વિશે ઘણા પ્રશ્નો પૂછે છે. આ સુંદર વાતચીત જોઈને, સોશિયલ મીડિયા યુઝર્સે પણ દાદીની હોશિયારીની પ્રશંસા કરી છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર પ્રેમાળ પ્રતિક્રિયાઓ આપી છે અને દાદીમાના પ્રશ્નોની પ્રશંસા કરી છે.
આ વિડીયો બતાવે છે કે કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે, વૃદ્ધ વ્યક્તિ દ્વારા પણ.