US Couple Adopts Indian Girl Video: અમેરિકન દંપતીએ ભારતીય બાળકી દત્તક લઈ લાખો દિલ જીતી લીધાં
US Couple Adopts Indian Girl Video: ભારતમાં વસવાટ કરતા એક અમેરિકન દંપતીના હ્રદયસ્પર્શી પગલાએ ઈન્ટરનેટ વપરાશકર્તાઓના દિલ જીતી લીધા છે. ક્રિસ્ટન અને ટિમ ફિશર, જે 2021થી ભારતમાં રહે છે, તેમણે એક બે વર્ષની ભારતીય બાળકી, નિશાને દત્તક લઈ તેમના પરિવારને નવી રીતે પૂરું કર્યું છે. માત્ર દત્તક લેવાથી નહિ, પણ ખાસ જરૂરિયાતો ધરાવતી બાળકીને પ્રેમથી સ્વીકારીને તેમણે માનવતા અને પ્રેમનું જીવંત ઉદાહરણ પુરું પાડ્યું છે.
આ દત્તક પ્રક્રિયાને પૂરું થવામાં કુલ 17 મહિના લાગ્યા હતા. ક્રિસ્ટનના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબર 2023માં તેમણે દત્તક લેવાની શરૂઆત કરી હતી અને સપ્ટેમ્બર 2024માં પહેલીવાર નિશા સાથે મુલાકાત થઈ. આખરે એપ્રિલ 2025માં નિશા કાયદેસર રીતે તેમની પુત્રી બની.
View this post on Instagram
નિશા, જે પોતાના જીવનના પ્રથમ બે વર્ષ અનાથાશ્રમમાં રહી હતી, તેને જન્મથી જ નીચેના અંગોમાં ખામી છે. પરંતુ, જેમ ક્રિસ્ટન કહે છે, “તેની ઊર્જા, તેનો હસતો ચહેરો અને તેની હાજરી – એ જ તેનું સત્ય સ્વરૂપ છે.” ફિશર દંપતીએ એવું બાળક દત્તક લેવાનો નિર્ણય લીધો જેનો હજુ સુધી કોઈએ સ્વીકાર ન કર્યો હોય, અને તેને સારું ભવિષ્ય આપી શકે.
ક્રિસ્ટને તેમના ઇન્સ્ટાગ્રામ પર આ અનુભૂતિશીલ યાત્રા વિશે એક વીડિયો શેર કરીને લખ્યું, “અમે આ નાનકડુ રહસ્ય લાંબા સમયથી મનમાં રાખ્યું હતું. હવે દુનિયાને મળાવાનો સમય આવ્યો છે – નિશા, હવે અમારા જીવનનો હિસ્સો બની ચૂકી છે.”
View this post on Instagram
સોશિયલ મીડિયા પર લોકો તેમની પ્રશંસા કરતાં નહીં થાક્યા. ઘણાએ તેમને ધન્યવાદ આપ્યો કે તેઓએ નિશાને એક પ્રેમાળ ઘર આપ્યું. ક્રિસ્ટન અને ટિમ પહેલાથી જ તેમના ભારતીય જીવન અને પુત્રીઓ સાથેના પળો સોશિયલ મીડિયા પર શેર કરતા આવ્યા છે – અને હવે, નિશાના ઉમેરાથી તેમનું કુટુંબ વધુ પૂર્ણ લાગે છે.
એક નાનકડા પગલાએ લાખો દિલોમાં જગ્યા બનાવી દીધી.