UP Police Viral Video: “રજા મળશે એવું વિચાર્યું, પણ…” – મહાકુંભમાં ફરજ પરના પોલીસકર્મીનો વીડિયો વાયરલ!
UP Police Viral Video: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભના ભવ્ય આયોજન દરમિયાન રાજ્યભરના તમામ પોલીસકર્મીઓને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા. તેમની રજાઓ રદ કરી દેવાઈ, અને એ આશ્વાસન અપાયું કે મહાકુંભની ફરજ પૂરી થયા બાદ તેઓને એક અઠવાડિયાની રજા અને બોનસ મળશે. પરંતુ, એક પોલીસકર્મીનો લાગણીસભર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રજા નહીં મળતાં વ્યથિત થઈને પોતાનો દુખદ અનુભવ શૅર કરી રહ્યો છે.
પોલીસકર્મી કહે છે, “27 વર્ષથી મેં ક્યારેય ઘરે હોળી ઉજવી નથી. આ વખતે હું આશાવાદી હતો કે મહાકુંભ પછી ઘેર જઈશ. મારી માતાનું ગયા વર્ષે અવસાન થયું હતું, અને આ મારી પ્રથમ હોળી હતી જે હું તેમની વિના ઉજવતો. હવે તો પરિવાર પણ મારી રાહ જોઈ રહ્યો છે, પણ હું જતી શકતો નથી.”
વિડિયોમાં પોલીસકર્મી વધુ કહે છે કે “હું હરદોઈ પહોંચી શકતો નથી. બહેનો પણ ત્યાં આવી રહી છે, પણ હવે મારામાં હિંમત નથી કે હું તેમને કહી શકું કે હું નથી આવતો. ક્યારેક જીવન આપણાં આયોજન મુજબ ચાલતું નથી.”
घोषणा की गई थी कुंभ खत्म होते ही #Upppolice की बंद छुट्टियां खोल दी जाएंगी
लेकिन छुट्टियों कैसे मिल रही है उसका हाल यह वीडियो बयान कर रही है @myogiadityanath ji@dgpup ji इनका संज्ञान लीजिये।
ऐसे तो जवान छुट्टियों पर जा ही नही पाएंगे@Uppolice#Holi #Holi2025 #UpppoliceHoli pic.twitter.com/c4LApkoBts— Arjun Chaudharyy5 (@Arjunpchaudhary) March 13, 2025
આ વીડિયો X (ટ્વિટર) પર વાયરલ થયો છે, અને લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે મહાકુંભ બાદ પોલીસને રજા આપવી જોઈએ, તો કેટલાકે શાંતિ જાળવવા માટે પોલીસની ફરજ જરૂરી હોવાની દલીલ આપી.
ઉલ્લેખનીય છે કે મહાકુંભ સમાપન પછી, CM યોગીએ 75,000 પોલીસકર્મીઓને મહાકુંભ મેડલ, પ્રશસ્તિપત્ર, ₹10,000 બોનસ અને એક અઠવાડિયાની રજા આપવાની જાહેરાત કરી હતી.