Uncle Guitar Skills Viral Video: ધોતી-કુર્તામાં રોકસ્ટાર, કાકાનો ગિટાર વિડીયો વાયરલ!
Uncle Guitar Skills Viral Video: આજની દુનિયામાં દેખાવને ધ્યાને લઈને લોકો જજમેન્ટલ થઈ જાય છે, પણ હકીકતમાં કોઈની કાબિલિયત અને હુનર કપડાંથી નક્કી કરી શકાય નહીં. આ જ વાત સાબિત કરી એક કાકાએ, જેમનો ગિટાર વગાડતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
તાજેતરમાં @appkalakaars ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર થયો, જેમાં એક મધ્યમવર્ગીય દેખાતા કાકા એક મ્યુઝિક સ્ટોરમાં ગિટાર લઈને બેઠા છે. પહેરીને તેમણે સાદો ધોતી-કુર્તો અને ગળામાં મફલર છે. પહેલી નજરે તે શિખાઉ લાગે, પણ ગિટાર પર હાથ ચાલતા જ બધાને આશ્ચર્ય થાય!
કાકા અદ્ભુત સૂર માંડતા જાય છે અને આસપાસ ઊભેલા લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. તેમણે ‘નીલે નીલે અંબર પર’ ગીતની ધૂન વગાડી જે મૂળ ગીત કરતા પણ વધુ સુંદર લાગી. તેમની આંગળીઓની ચાલ અને સંગીતની સમજણ એ તલાસ આપે કે તેઓ કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ કરતાં ઓછી પ્રતિભા ધરાવતા નથી.
View this post on Instagram
આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને લોકોએ કોમેન્ટ્સમાં કાકાના વખાણ કાર્યા છે. એક યુઝરે લખ્યું, ‘વિડિયોની ગુણવત્તા ભલે ઓછી હોય, પણ કાકાની પ્રતિભા અફલાતૂન છે!’ તો અન્ય એકે કહ્યું, ‘કાકા હચમચી ગયા અને જનતા ચોંકી ગઈ!’
આવી જ અનોખી પ્રતિભા માટે ક્યારેય કોઈને તેના દેખાવ પરથી ન્યાય કરવો જોઈએ નહીં!