Two Woman Marry Each other: દારૂડિયા પતિઓથી કંટાળીને બે મહિલાઓએ એકબીજા સાથે કર્યા લગ્ન, જાણો તેમની આખી વાર્તા
Two Woman Marry Each Other: આપણા દેશમાં ઘણી મહિલાઓ ઘરેલુ હિંસાનું શિકાર બને છે, પરંતુ થોડી જ મહિલાઓ તેની સામે અવાજ ઉઠાવી શકે છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરની બે મહિલાઓ, જેમણે ઘરેલુ અત્યાચારનો ભોગ બન્યા પછી પોતાના લગ્ન તોડીને એકબીજા સાથે લગ્ન કરવાનો અનોખો નિર્ણય કર્યો છે. આ બંને મહિલાઓ ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્ર બન્યાં હતાં.
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં ગુરુવારે કવિતા અને ગુંજાના લગ્ન થયા. તેઓ છેલ્લા છ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા, તેમની મિત્રતા હળવે હળવે વધુ મજબૂત બની, અને હવે તેમણે જીવનભર સાથે રહેવાનો નિશ્ચય કર્યો છે. બંનેએ તેમના પતિઓના દારૂના વ્યસન અને ત્રાસની વાતો વ્યક્ત કરી.
This news is from Deoria, where two women have married each other.
They got married in a temple, and one of them has four children.
According to these women, their husbands used to harass them and trouble them after drinking alcohol. The two women met each other six years ago… pic.twitter.com/5pC6ueQJWM— Naman Sharma (@YourNaman) January 24, 2025
દારૂડિયા પતિઓનો ત્રાસ
કવિતાએ જણાવ્યું કે દારૂપીતા પતિના ત્રાસથી તે તંગ આવી ગઈ હતી અને પોતાના ચાર બાળકો સાથે પિતાના ઘેર પાછી જવાની નોબત આવી હતી. ગુંજાએ પણ પોતાના પતિ વિશે કહ્યું કે તે દારૂ પીવા બાદ તેને રોજ શંકાસ્પદ આરોપો લગાવતો અને અણગમતી વર્તન કરતો. આ ત્રાસથી કંટાળી બંનેએ પોતાની જાત માટે શાંતિભર્યું જીવન પસંદ કરવાનું નક્કી કર્યું.
હિન્દુ વિધિથી લગ્ન
હિન્દુ રિવાજ પ્રમાણે ગુંજાએ વરરાજાનું રોલ નિભાવ્યું અને કવિતાના કપાળ પર સિંદૂર લગાવ્યું. બંનેએ એકબીજાને માળા પહેરાવી અને સાત ફેરા લીધા. ગુંજાએ જણાવ્યું, “અમે પતિઓના ત્રાસથી મુક્તિ મેળવવા માટે પ્રેમ અને શાંતિભર્યું જીવન પસંદ કર્યું છે.”
નવા જીવનની શરૂઆત
મંદિરના પૂજારી ઉમા શંકર પાંડેએ તેમના લગ્નની પુષ્ટિ કરી અને જણાવ્યું કે વિધિ પૂરી કરવા માટે તેમને માળા પણ ખરીદવામાં મદદ કરી હતી. હાલમાં તેઓ ગોરખપુરમાં ભાડે ઘર લઈને રહેવાનો વિચાર કરી રહ્યા છે અને નવા રોજગાર માટે મથામણ કરશે. આ અહેવાલ નમન શર્મા નામના યુઝરે તેમના X હેન્ડલ પર શેર કર્યો છે.