Truck and Car Driver Fight Video: ઇસ્તંબુલમાં ટ્રક ડ્રાયવર અને કાર ચાલક વચ્ચે થયો ઝઘડો, ટ્રાફિક જામમાં સર્જાયો હોબાળો
Truck and Car Driver Fight Video: રસ્તા પર અકસ્માતો ક્યારેક થતા જ હોય છે, પરંતુ કેટલીકવાર આ નાના અકસ્માતો મોટાં ઝઘડામાં ફેરવાઈ જાય છે. તુર્કીના ઇસ્તંબુલમાં પણ આવું જ થયું. એક ટ્રક ચાલક અને કાર ચાલક વચ્ચે એવી ઘમાસાણ ચાલી હતી કે, જે અકસ્માત ન હતો તે પછીની લડાઈએ બધાને ચોંકાવી દીધા.
તાજેતરમાં @asayisberkemal34_ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક ટ્રક ડ્રાઈવર અને કાર ચાલક વચ્ચે અથડામણ થઈ રહી છે. આ અકસ્માત એટલો ગંભીર નહોતો, પરંતુ કાર ચાલક એટલો ગુસ્સામાં હતો કે તે તરત જ પોતાની કારમાંથી બહાર નિકળી ગયો. ત્યારબાદ તેણે ટ્રક ડ્રાઈવરનો કાચ તોડવાનું શરૂ કર્યું, સાથે સાથે વિન્ડશિલ્ડનો કાચ પણ તોડ્યો.
View this post on Instagram
ટ્રાફિક જામના વચ્ચે બની રહી આ લડાઈએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. ટ્રક ડ્રાઈવર પ્રતિક્રિયા ન દર્શાવતાં, કાર ચાલક હથોડી લઈને ટ્રકની બારી પર હુમલો કરતો રહ્યો. પરંતુ પછી એવી ઘટના બની કે, ટ્રક ડ્રાઈવરે અચાનક ટ્રકની ગતિ વધારી અને કારને ખેંચી લીધી, જે સૌ માટે આશ્ચર્યજનક હતું.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 1 કરોડથી વધુ વ્યૂઝ અને ઘણી બધી ટિપ્પણીઓ આવી છે. કેટલાક લોકોએ ટ્રક ડ્રાઈવરની પ્રશંસા કરી, તો અન્યોએ કહ્યું કે આ ઘટના ખૂબ જ નમ્ર રીતે સમજવી જોઈએ.