Train Food Delivery Video: બ્રિટિશ યાત્રિનો ટ્રેનમાં ફૂડ ડિલિવરીનો અનોખો અનુભવ
Train Food Delivery Video: ભારતીય ટ્રેનોમાં ફૂડ ડિલિવરી સેવાઓ પર પ્રભાવિત થયેલા બ્રિટિશ યાત્રિક જ્યોર્જ બકલીએ વારાણસી તરફ તેમની યાત્રાના દરમિયાનનો અનુભવ એક વિડિઓ દ્વારા શેર કર્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ બિરાદવામાં આવ્યો છે. જ્યોર્જ બકલીના આ વિડીયોને ભારતીય લોકોનો ખૂબ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
જ્યોર્જ બકલી તે સમયે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા જ્યારે કાનપુર ખાતે ટ્રેન થોડીવાર માટે રોકાઈ ગઈ. આ અવસરે, બકલીએ ટ્રેનના દરવાજે ફૂડ ડિલિવરીના એક એજન્ટને જોવાનું નક્કી કર્યું અને સેન્ડવિચ અને મિલ્કશેક મંગાવવાનું પસંદ કર્યું. વિડિઓમાં તે કહે છે, “હવે રાહ જુઓ, ભારતીય ટ્રેનોમાં ખોરાકની ડિલિવરી થઇ રહી છે. જો તમે માની શકો તો, હું અહીં બેસીને મજા કરી રહ્યો છું.”
અગાઉ, બકલીને ટ્રેનમાં આ વિશિષ્ટ ડિલિવરી સર્વિસ અંગે મંતવ્ય આપ્યુ હતું કે, “અમે કાનપુરમાં રોકાયા હતા, અને અહીં રેસ્ટ સ્ટેશન પર ફક્ત 5 મિનિટ માટે જ અટકી છે, પરંતુ ફૂડ ડિલિવરી મસ્ત છે.” ઓર્ડર મળ્યા બાદ, બકલી એ કહ્યું કે આ સર્વિસ તેના માટે એક અનોખો અને રસપ્રદ અનુભવ હતો.
View this post on Instagram
જ્યોર્જ બકલીનો આ વિડિઓ હાલ સુધીમાં 7 લાખથી વધુ વખત જોવાઈ ગયો છે. આ વીડિયોને જોઈને ઘણા ભારતીય સોશિયલ મિડિયા વપરાશકર્તાઓ ખુશ થયા અને બકલીને ભારતના અન્ય પ્રવાસી સ્થળોની યાત્રા માટે પ્રોત્સાહિત કર્યું.
વિડિયોને જોઈને એક યુઝરે લખ્યું, “તમારા અનુભવથી આનંદ થયો! ભારતની સંસ્કૃતિ અને ખોરાકને આવકારવું એ ખૂબ જ સરસ છે.”
બીજાં એક યુઝરે લખ્યું, “યુકેએ ડિલિવરી સેવાઓને વધુ સક્ષમ બનાવવી જોઈએ.”