Ticketless Travel Dispute Viral Video: ટિકિટ વગર મુસાફરીનો વીડિયો વાયરલ, મહિલાની દલીલો જોવા લાયક!
Ticketless Travel Dispute Viral Video: રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરવી હવે ઘણાં લોકો માટે સામાન્ય બાબત બની ગઈ છે. એવું નથી કે લોકો ટિકિટ વગર પકડાય ત્યારે શરમાવે – હવે તો ઘણા તો તે સમયે દલીલો કરવાની તૈયારી રાખે છે. આવી જ એક ઘટના હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં એક મહિલા ટિકિટ વિના ટ્રેનના એસી કોચમાં બેઠી જોવા મળે છે અને બહાર કાઢવાનો પ્રયાસ કરતા લોકો સાથે દલીલ કરે છે.
@DeepikaBhardwaj દ્વારા X (હવે Twitter) પર શેર કરાયેલ વીડિયોમાં, મહિલા એક એવી સીટ પર બેઠી છે જે પહેલાથી કોઈ અન્ય મુસાફરના નામે બુક છે. જ્યારે અન્ય મુસાફરો તેને સીટ છોડી દેવા કહે છે, ત્યારે મહિલા ઉતરવા ઈનકાર કરે છે અને કહ્યું કે, ‘અહીં કોઈ ગુંડાગીરી નહીં કરો.’ આશ્ચર્યજનક વાત એ છે કે મહિલા પોતે પોતાના ફોનમાં ટિકિટ શોધતી જોવા મળે છે, પણ ટિકિટ છે કે નહીં, તે સ્પષ્ટ નથી.
Woman travelling without ticket, sitting on someone else’s birth is asked to show ticket
Her response : Ye gundagardi mat karo idhar
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 9, 2025
વિડિયોના અંતે એક મહિલા પોલીસ અધિકારી આવે છે અને સ્થિતિ સંભાળે છે. લોકોના દબાણ વચ્ચે પણ મહિલાનું વલણ ડંખતું જોવા મળે છે. લગભગ 2 મિનિટની આ ક્લિપના આધારે લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે હવે ટિકિટ વગર મુસાફરી કરવી એક રીત બની ગઈ છે.
વપરાશકર્તાઓએ કડક કાયદાની માંગ કરી છે – જેમ કે 10 ગણો દંડ અથવા જેલ. ઘણા લોકો કહે છે કે જો કડક પગલાં લેવાશે, તો જ આવા મુસાફરોમાં સુધારો આવશે. હવે જરૂરી છે કે આવી ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવે અને ભારતીય રેલવેની વ્યવસ્થા મજબૂત બનાવાય.