Tech Professional in Bengaluru: મેટ્રો શહેરમાં ઊંચા પગાર છતાં જીવનસંગ્રામ, ટેક પ્રોફેશનલનો અનુભવ
Tech Professional in Bengaluru: મોટા પગાર છતાં, મેટ્રો શહેરોમાં જીવવું હવે સરળ રહ્યું નથી. ઊંચી જીવનશૈલી, મોંઘી વસવાટની જગ્યા, ખાદ્ય પદાર્થો અને રોજિંદા ખર્ચને કારણે મોટાભાગના લોકોની બચત શૂન્ય થઈ રહી છે. બેંગલુરુમાં કામ કરતા એક ટેક પ્રોફેશનલે આ સંજોગો પર પોતાની વ્યક્તિગત અનુભૂતિ શેર કરી છે, જે હાલમાં ચર્ચાનો વિષય બની છે.
આ વ્યક્તિ દર મહિને 1.5 લાખ રૂપિયા કમાય છે, છતાં જીવનમાં સ્થિરતા નથી. રેડિટ પર પોસ્ટમાં તેણે લખ્યું, “હું 26 વર્ષનો છું અને મારી થનારી પત્ની સાથે બેંગલુરુમાં રહું છે. હું પરિવારની જવાબદારીઓ ઉઠાવું છું, EMI ભરું છું, અને મહિને 30-40 હજાર રૂપિયા બચાવું છું. મેટ્રો શહેરમાં જીવવાનું મારું સપનું હતું, પણ અહીં આવીને ખબર પડી કે હકીકત કેટલી કઠોર છે!”
Why does life in a metro feels so fragile ?
byu/onepoint5zero inIndianWorkplace
સોશિયલ મીડિયા પર લોકો આ અંગે મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આવક એ સંપત્તિ નથી, એ એક દૂષણ બની ગયું છે. ફક્ત પેઢીથી સંપત્તિ ધરાવતા લોકો જ આરામથી જીવી શકે છે.” બીજાએ કહ્યું, “આજના સમયમાં એક જ આવક સ્ત્રોત પર નિર્ભર રહેવું જોખમી છે, બીજી કોઈ કમાણીની તક શોધવી જોઈએ.”
આ અનુભવો મેટ્રો શહેરોની હકીકત ઉજાગર કરે છે કે ઊંચા પગાર છતાં જીવન આસાન નથી!