Talking Crow Viral Video: પાલઘરમાં એક અનોખો કિસ્સો વાયરલ, કાગડો ‘પપ્પા’ અને ‘મમ્મી’ બોલવા લાગ્યો!
Talking Crow Viral Video: કલ્પના કરો, જો કોઈ કાગડો માણસોની જેમ બોલવા લાગે તો? હા, આ સાંભળીને અચંબો લાગી શકે, પરંતુ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવો જ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. વાડા તાલુકાના ગરગાંવમાં રહેતી તનુજા મુકણેએ ત્રણ વર્ષ પહેલા ઘાયલ કાગડાને પોતાના ઘરે લાવી તેનો ઉપચાર કર્યો.
આ સમયગાળામાં કાગડો તનુજા અને તેના પરિવાર સાથે એટલો ભળી ગયો કે તે ધીમે ધીમે કેટલાક શબ્દો બોલવા લાગ્યો. હવે તે સ્પષ્ટ રીતે ‘પપ્પા’, ‘મમ્મી’, ‘કાકા’ જેવા શબ્દો ઉચ્ચારી શકે છે.
જ્યારે આ કાગડાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો ત્યારે તે ઝડપથી વાયરલ થઈ ગયો. વીડિયોમાં કાગડો વારંવાર ‘પપ્પા, પપ્પા’ બોલતો જોવા મળે છે. યુઝર્સે મજાકમાં કહ્યું કે ‘હવે તેની JEE માટે તૈયારી કરાવો!’
View this post on Instagram
પક્ષીઓ માણસોની બોલી શકે?
વૈજ્ઞાનિકો કહે છે કે પોપટ અને મેના જેવા પક્ષીઓ માનવ અવાજની નકલ કરી શકે છે. કાગડાઓમાં પણ આ ક્ષમતા હોય છે, પરંતુ તે ભાગ્યે જ જોવા મળે. જ્યારે તેઓ લાંબા સમય સુધી માણસોની નજીક રહે છે, ત્યારે તેઓ થોડા શબ્દો શીખી શકે છે. પાલઘરનો આ કિસ્સો એ જ દુર્લભ ઉદાહરણોમાંનો એક છે.