Spirit Airlines Flight Attendant Video: વિમાનમાં મજેદાર ઘોષણા, સ્પિરિટ એરલાઇન્સની એર હોસ્ટેસનો હાસ્યભર્યો વીડિયો થયો વાયરલ
Spirit Airlines Flight Attendant Video: આજકાલ સોશિયલ મીડિયા પર વિચિત્ર અને મનોરંજક ઘટનાઓ જોવા મળતી રહે છે. ખાસ કરીને હવાઈ યાત્રા દરમિયાન ફ્લાઇટ ક્રૂના નવતર પ્રયાસો ખૂબ લોકપ્રિય બની રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર સ્પિરિટ એરલાઇન્સની એક ફ્લાઇટ એટેન્ડન્ટનો એક રમૂજી વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વિમાનના મુસાફરોને મજેદાર ઢંગે સલામતી સૂચનાઓ આપી રહી છે.
આ વીડિયો જોઇને લોકોનું હસવું નીકળી જાય છે. વીડિયોમાં એર્હોસ્ટેસ ઘણાં શબ્દોથી યાત્રીઓનું ધ્યાન ખેંચે છે. સુરક્ષા સૂચનાઓ આપતી વખતે તે મજાકમાં કહે છે, “ચાલો જોઈએ કે કોણ ધ્યાન આપી રહ્યું છે. બતાવો ઓક્સિજન માસ્ક ક્યાંથી નીચે આવે છે?” અને પછી કહે છે, “જેમણે હાથ ઊંચો કર્યો છે, એમને માત્ર ઓક્સિજન મળશે!”
પછી એ મમ્મીઓ માટે ખાસ ટિપ્પણી કરતી જોવા મળે છે: “તમારા બાળકો અલગ કદના અને સ્વભાવના હોઈ શકે છે. જો બે કે તેથી વધુ બાળકો છે તો વિચાર કરો કે સૌથી વધુ કોણ લાયક છે. પહેલા તમારા મનપસંદ બાળકને ઓક્સિજન આપો!” આ શબ્દો પર આખું વિમાન ઠહાકાઓથી ગૂંજી ઉઠે છે.
You know what, she got it pic.twitter.com/eZqDxPCAWz
— Ichigo Niggasake (@SomaKazima) April 11, 2025
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઘણા યૂઝર્સે જણાવ્યું કે આવા મજાકભર્યા અંદાજમાં જણાવેલી સલામતીની માહિતી લોકોને વધુ સરળતાથી યાદ રહે છે.
જોકે, દરેકને આ સ્ટાઈલ ગમી નથી. કેટલાક યૂઝર્સે લખ્યું કે ઈમરજન્સી સમયે હાસ્ય કરતા ગંભીરતા જરૂરી છે. તેમ છતાં, મોટાભાગના લોકોએ આ ફલાઈટ એટેન્ડન્ટના જુદા અંદાજને વખાણ્યો છે.
આ વીડિયો એ સાબિત કરે છે કે આજની ફ્લાઈટ્સમાં માત્ર મુસાફરી નહિ, પણ થોડુ મજાક અને મનોરંજન પણ મળે છે.