Smart Donkey Wins Video: ગધેડાની ચતુરાઈએ બધાને ચોંકાવ્યા, વિડીયો થયો વાયરલ
Smart Donkey Wins Video: સમાચાર અને સોશિયલ મીડિયા પર ગધેડાને સામાન્ય રીતે હાસ્યાસ્પદ અથવા મૂર્ખ પ્રાણી તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ થયો છે, જેણે દરેકનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે “ગધેડો નહીં, ખરેખર હોંશિયાર છે!”
આ વીડિયો એક રીલથી શરૂ થાય છે, જેમાં એક વ્યક્તિ ગધેડાને ‘મૂર્ખ’ સાબિત કરવાનો પ્રયાસ કરે છે. તેણે ગધેડાના માથા ઉપર એક ગાજર બાંધ્યું છે, જેથી ગધેડો તેને પકડવા માટે આગળ ચાલે અને વીડિયો મજેદાર બને. પણ ગધેડો ભુલાયો નહીં! તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા પહેલા માથા ઉપર લટકતું ગાજર નીચે પાડી દીધું અને શાંતિથી ખાવાનું શરૂ કર્યું.
આ સીન જોઈને આખો પ્લાન ઉથલપાથલ થઈ જાય છે અને વ્યક્તિ પોતાના જ જાળમાં ફસાઈ જાય છે. લોકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે “હમણાં તો ગધેડો જ સાચો હોંશિયાર નીકળ્યો.”
Sab gadhe ko underestimate karte hai pic.twitter.com/zH2Bou2cNb
— Dank jetha (@Dank_jetha) April 8, 2025
X પર @Dank_jetha નામના એકાઉન્ટ પરથી શેર થયેલા આ વીડિયોને અત્યાર સુધી 7 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ કહે છે કે ગધેડાને પોઝિટિવ પીઆર (પ્રસાર-પ્રચાર)ની જરૂર છે. એક યૂઝરે લખ્યું, “ગધેડા આપણા કરતાં પણ વધુ સ્માર્ટ છે.” બીજી ટિપ્પણીઓમાં લખાયું કે “અહીં તો ગધેડા કરતા માણસ વધુ મૂર્ખ છે.”
વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે. એક અભ્યાસ મુજબ, ગધેડાની યાદશક્તિ ઘણી તેજ હોય છે. તે વર્ષો સુધી માર્ગો અને ચહેરાઓ યાદ રાખી શકે છે. આ વીડિયો તેના જ જીવંત ઉદાહરણ રૂપે સામે આવ્યો છે.