Six-Pack Abs Hack Viral Video: જુગાડથી બન્યા સિક્સ પેક, વીડિયો જોઈને લોકો હસી પડ્યા
Six-Pack Abs Hack Viral Video: શારીરિક સ્વાસ્થ્ય અને સુંદરતા માટે લોકો જીમમાં કલાકો પસાર કરે છે અને કઠિન ડાયેટ પણ ફોલો કરે છે. પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો એબ્સ બનાવવા માટેની એવી જુદીજ રીત બતાવે છે કે જોઈને તમે હસી પડશો અને આશ્ચર્ય પણ અનુભવશો.
આ વીડિયોમાં એક યુવકના પેટ પર ચામડીની અંદર દેખાતા ‘સિક્સ પેક’ બનાવવામાં આવ્યા છે, પણ વૈજ્ઞાનિક કસરત કે ડાયેટથી નહીં – માત્ર એક ‘ટ્રિક’ વડે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેની પીઠ પાછળથી વાયર ખેંચી તેના પેટ પર દબાણ કરે છે. જેથી વાયરના દબાણથી છ જગ્યાએ ચામડી અંદર ખેચાય છે અને સિક્સ પેક જેવા દેખાવા લાગે છે.
પછી વાયરને પ્લાસ્ટિકથી ફિક્સ કરવામાં આવે છે જેથી પેક વધુ સ્પષ્ટ દેખાય. યુવક પણ પછી બોડીબિલ્ડર જેવો પોઝ આપી રહ્યો છે, જાણે કે તેણે મહેનત કરીને આકાર મેળવ્યો હોય. કેટલાંક પેક એટલા સ્પષ્ટ દેખાય છે કે ઘણી જગ્યાએ લોકોને ખરેખરના સિક્સ પેકનો ભ્રમ થઈ જાય છે.
View this post on Instagram
વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે – “આજથી જીમ જવાનું બંધ.” આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @_noughty_nehu એકાઉન્ટ પરથી અપલોડ થયો છે અને અત્યાર સુધીમાં 94 લાખથી વધુ વ્યૂઝ મેળવી ચૂક્યો છે. ટિપ્પણીઓમાં યુઝર્સે ફની ઈમોજી સાથે લખ્યું કે “જેમ્સ બોન્ડ ટાઈપ ટેકનિક છે”, “જીમનું ભવિષ્ય અંધારમય છે”, “આયટમ 12 પેક લઈને આવ્યો છે.”
લોકો આ નવી જુગાડલાઇફ રીત જોઈને મનોરંજન માણી રહ્યાં છે અને કેટલાક તો મજાકમાં કહી રહ્યાં છે કે હવે જીમના દિવસો ગયા.