Shoe Stealing Sparks Wedding Chaos: જૂતા ચોરીથી જંગ સુધી, બિજનોરનાં લગ્નમાં ઉથલપાથલનું દ્રશ્ય
Shoe Stealing Sparks Wedding Chaos: લગ્નમાં રમૂજી વિધિઓમાં પણ ક્યારેક મામલો ગંભીર બની જાય છે. બિજનોર, ઉત્તર પ્રદેશના એક લગ્નમાં એજ થયું જ્યારે જૂતા ચોરીની વિધિએ આખો માહોલ લાઈવ ફિલ્મ જેવી સ્થિતિમાં ફેરવી નાખ્યો. દેહરાદૂનથી મોહમ્મદ સાબીર બિજનોરના ગઢમલપુરમાં લગ્ન માટે પહોંચ્યો હતો. બધા આનંદમાં ડૂબેલા હતાં — બેન્ડ, ઘોડો, નૃત્ય અને ખુશીની રમઝટ. પણ વાત ત્યાંજ વણસીને ગઈ જ્યારે જૂતા ચોરીનો વારો આવ્યો.
પરંપરાગત રીતે વરરાજાના જૂતા ચોરી લીધા ગયા અને સાળીએ મઝાક મસ્તીમાં ₹50,000 માંગ્યા. વરરાજાએ જવાબમાં ₹5,000 આપવાની ઓફર કરી. આ વાત સાળીને ન ગમી અને શાબ્દિક તકરાર લાકડીયો સુધી પહોંચી ગઈ. જુથ વચ્ચે તીવ્ર અથડામણ શરૂ થઈ, અને વરરાજા સહિત તેના પરિવારજનોને રૂમમાં કેદ કરી દેવામાં આવ્યા.
साली की जूता चुराई का शिकार दुल्हा!#बिजनौर में आज देहरादून से दूल्हा साबिर दुल्हन को ब्याहने आया था. साली ने जूता चुराई का नेग ₹50 हजार मांगा. दूल्हे ने मोलतोल के बाद सिर्फ ₹5 हजार रुपए दिए
तभी किसी ने दूल्हे को “भिखारी” कह दिया. दूल्हे मियां नाराज हो गए. दुल्हन को साथ ले… pic.twitter.com/pNM83eXhGl
— Narendra Pratap (@hindipatrakar) April 6, 2025
માહોલ એટલો ઉગ્ર બન્યો કે લોકોએ પોલીસને ફોન કર્યો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, બંને પક્ષને સમજાવટથી નજીબાબાદ પોલીસ સ્ટેશન લઈ ગઈ. વાર્તા ત્યાં શાંત થઈ અને અંતે બંને તરફથી સમાધાન કરવામાં આવ્યું.
@hindipatrakar દ્વારા શેર કરાયેલા વીડિયો અનુસાર, વરરાજા ખુદ બારંબર પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યો છે. લગ્નનો આનંદ એક જ વીધીએ ભંગ કરી નાખ્યો.
શિક્ષા એ છે કે વિધિઓમાં મજા હોવી જોઈએ, પણ શરમજનક બન્યા વગર. ₹50,000 માટે જે લાગણીઓ તૂટે છે, તેને ફરી જોડી શકવી મુશ્કેલ છે. પછી ભલે મામલો ઉકળી જાય, હૈયાના ઘા સહેલાંઈથી નથી ભરાતા.