Rajasthan family welcomes newly bought fan: પંખાના આગમન પર પરિવારની ખુશીઓની ઉજવણી, સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ
Rajasthan family welcomes newly bought fan: આજના સોશિયલ મીડિયાના યુગમાં, લોકો તેમના જીવનની નાની ખુશીઓ ઉજવવાનું લગભગ ભૂલી ગયા છે. એક સમય હતો જ્યારે ઘરમાં ટીવી, ફ્રિજ કે બાઈક આવતી, ત્યારે સમગ્ર પરિવાર ખુશીથી ઝૂમતો અને મીઠાઈ વહેંચતો. આજે તે વસ્તુઓ સામાન્ય બની ગઈ છે, પરંતુ દેશના ઘણા વિસ્તારમાં આજ પણ નાની ખુશીઓ એક વિશિષ્ટ ઉત્સવ સમાન છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો હૃદયસ્પર્શી વિડિયો વાયરલ થયો છે, જેમાં રાજસ્થાનના એક ગામમાં પરિવારના સભ્યોએ નવા લાવેલા પંખાનું ભવ્ય સ્વાગત કર્યું છે. વીડિયોમાં દેખાય છે કે પંખાને ઘરમાં લાવતાં પહેલા તેની પૂજા કરવામાં આવી છે. એક મહિલાએ પંખા પર સ્વસ્તિકનું નિશાન બનાવી તેની પર કળશ બાંધી છે. દરેક કાર્યમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિની સરળતા અને ભક્તિ સ્પષ્ટ જોઈ શકાય છે.
પરિવારમાં સૌએ એકબીજાને તિલક લગાવ્યો અને હાથ પર દોરો બાંધ્યો. શુભ આશીર્વાદરૂપે પૂજાની થાળીમાં 10 રૂપિયાની નોટ પણ મૂકી. ઘરની અંદર પંખો ચાલુ થતાં એક વૃદ્ધ મહિલા તેનો વંદન કરતાં હાથ જોડે છે. પૃષ્ઠભૂમિમાં વાંસળીનું મધુર સંગીત સંભળાય છે, જે આ લાગણીશીલ ક્ષણને વધુ ખાસ બનાવે છે.
View this post on Instagram
આ વિડિયો ઇન્સ્ટાગ્રામના @insta_mini_vlog7 એકાઉન્ટ પરથી શેર થયો છે, જેમાં કેપ્શનમાં લખાયું છે કે “સમજવા માટે દિલ જોઈએ”. ઘણા નેટીઝનોએ આ વિડિયોને હૃદયસ્પર્શી ગણાવ્યો છે. કોઈએ ભારતીય સંસ્કૃતિના મૂલ્યને વખાણ્યા, તો કોઈએ ગરીબ પરિવારોની નાની ખુશીઓને સેલિબ્રેટ કરવાની ભાવના માટે વખાણ કર્યું.
ટિપ્પણીઓમાં પણ લોકોની લાગણીઓ દેખાઈ. એક યુઝરે લખ્યું, “ખુશી માટે મોટાં પગલાંની જરૂર નથી,” જ્યારે બીજાએ લખ્યું, “આ તો લોહી અને પરસેવાની કમાણી છે.” ઘણા લોકો આ વિડિયોમાંથી જીવનની સાચી ખુશીઓના મૂલ્યનો સાક્ષાત્કાર અનુભવ્યો છે.