Professor Dance Viral Video: કોલેજમાં પ્રોફેસરના ડાન્સનો ધમાલ, વિડિયો જોયા પછી તમે પણ બોલી ઉઠશો વાહ!
Professor Dance Viral Video: સોશિયલ મીડિયા પર રોજબરોજ નવા અને અનોખા ટેલેન્ટના વીડિયો વાયરલ થતા રહે છે. બાળકો હોય, યુવાન હોય કે વૃદ્ધ – દરેકને પોતાની પ્રતિભા દર્શાવવાનો સંપૂર્ણ અવકાશ છે. આજકલ તો શિક્ષકો પણ એ ટ્રેન્ડમાં પાછળ નથી! તાજેતરમાં, એક કોલેજ પ્રોફેસરના ઉર્જાસભર ડાન્સ વિડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે, અને તે જોઈને તમે પણ ચોકી જશો!
પ્રોફેસર સાહેબના શાનદાર મૂવ્સ!
બેંગલુરુની ગ્લોબલ એકેડેમી ઓફ ટેકનોલોજીના પ્રોફેસરના ડાન્સનો આ વિડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. વિદ્યાર્થીઓની ભરચક ક્લાસમાં પ્રોફેસર એકદમ ધમાકેદાર ડાન્સ કરી રહ્યા છે. માઇકલ જેક્સનના લોકપ્રિય સ્ટેપ્સ સાથે તેમની કમાલની ઉર્જા જોઈને વિદ્યાર્થીઓએ બૂમો પાડતા અને તાળીઓ વાગાવાની શરુ કરી દીધી.
RRR ના નાટુ-નાટુ પર પણ શાનદાર પર્ફોર્મન્સ
પ્રોફેસરના અન્ય એક ડાન્સ વીડિયોમાં તેઓ ‘RRR’ ના સુપરહિટ ગીત “નાટુ-નાટુ” પર પણ ધમાલ મચાવતા જોવા મળે છે. વિદ્યાર્થીઓ જોરથી સીટી મારતા અને તાળીઓ પાડતા રહે છે. @gatalbum નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર થયેલા આ વીડિયોને લાખો લાઇક્સ અને વ્યૂઝ મળ્યા છે.
View this post on Instagram
લોકોની મજેદાર પ્રતિક્રિયાઓ
એક યુઝરે કોમેન્ટ કરી – “સાહેબે ખોટો વ્યવસાય પસંદ કર્યો છે!”, તો બીજાએ લખ્યું – “લેક્ચરર નહીં, ડાન્સર બનવા પાત્ર છે!”
શું તમે પણ આ પ્રોફેસરનો ધમાલ ડાન્સ જોયો? કોમેન્ટમાં અમને જણાવો!