Pregnant woman threatened viral post: ઓલા કેબમાં ગર્ભવતી મહિલાને ધમકી, મહિલા સુરક્ષા પર સવાલો
Pregnant woman threatened viral post: દિલ્હીમાં સર્જાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક ગર્ભવતી મહિલાએ ઓલા કેબ ડ્રાઇર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ પોતાની લિંક્ડઇન પોસ્ટમાં જણાવ્યૂ છે કે જ્યારે તે નોઈડા એક્સટેન્શનના ચેરી કાઉન્ટીથી સાકેત જવા માટે ઓલા કેબમાં બેઠી હતી ત્યારે ડ્રાઇવરે એસી ચાલુ કરવા ઇનકાર કર્યો. મહિલાએ બંને વાર વિનંતી કરવા છતાં, ડ્રાઇવર ક્રોધિત થયો અને કહેલું – “હું તારા પેટમાં લાત મારીશ અને તું ગર્ભપાત કરાવીશ.”
આ ગંભીર બોલાચાલી બાદ ડ્રાઇવરે ગભરાયેલી મહિલાને અધવચ્ચે જ કારમાંથી ઉતારી અને ચેતવણી આપી કે “હવે જુઓ આગળ શું થાય છે.” મહિલાએ તરત જ ઓલાના ગ્રાહક સેવા કેન્દ્ર અને મહિલા હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી.
ઓલાએ માહિતી આપી કે ડ્રાઇર સામે કાર્યવાહી કરવામાં આવી છે અને માફી પણ માંગવામાં આવી છે, પરંતુ મહિલાએ જણાવ્યું કે “યોગ્ય કાર્યવાહી” એટલે શું તે સ્પષ્ટ થવું જોઈએ. તેણે પોતાની પોસ્ટમાં ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલને ટેગ કરીને કડક કાનૂની પગલાંની માંગ કરી છે.
સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાથી દુખી અને ગુસ્સામાં છે. ઘણા યુઝર્સે લખ્યું કે આવા વર્તન સામે શૂન્ય સહનશીલતાનો અભિગમ રાખવો જોઈએ. ઘણા યુઝર્સે કહ્યું કે ડ્રાઇવરનો ફોટો અને વાહન નંબર જાહેર કરવો જોઈએ જેથી અન્ય મહિલાઓ સાવચેત રહે.
આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે કે મહિલાઓની સુરક્ષા સામે હજુ પણ ગંભીર પડકારો છે.