Pigeon Build Nest for Kitten: પ્રેમની અનોખી વાર્તા, કબૂતરે બિલાડીના બચ્ચાં માટે માળો બનાવ્યો, વીડિયો જોઈને લોકો થયા દંગ!
Pigeon Build Nest for Kitten: કબૂતર અને બિલાડીના અનોખા પ્રેમને કેદ કરતો એક હૃદયસ્પર્શી વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં કબૂતર બિલાડીના બચ્ચાં માટે માળો બનાવી રહ્યું છે, જે એક અનોખી અને અસાધારણ ઘટના છે.
વિડિઓની શરૂઆતમાં કબૂતર તેના ચાંચમાં નાની ડાળી લઈને એક ખૂણામાં મુકતું જોવા મળે છે, જ્યાં નવજાત બિલાડીના બચ્ચાં આરામ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, ત્યાં પહેલેથી જ માળો બનાવી દેવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કબૂતર થોડા સમયથી આ મહેનત કરી રહ્યું છે. માનવજાત માટે શીખ લેવા જેવી આ ઘટનાએ ઇન્ટરનેટ વપરાશકર્તાઓને સ્તબ્ધ કરી દીધા છે.
View this post on Instagram
વિડિઓની અંતમાં કબૂતર બિલાડી અને તેના બચ્ચાંની બાજુમાં શાંતિથી બેસી રહે છે, જાણે કે તે પરિવારનો ભાગ બની ગયું હોય. લોકો ટિપ્પણીઓમાં લખી રહ્યા છે કે, “પ્રેમ કોઈ સીમાઓમાં બંધાયેલો નથી” અને “કુદરત માત્ર ક્રૂર નહીં, પણ પ્રેમાળ પણ છે.” કેટલાકે તો કહ્યું કે, “માણસોએ પણ કબૂતર પાસેથી શીખવું જોઈએ!”
આ હૃદયસ્પર્શી ઘટના સાબિત કરે છે કે પ્રેમ માત્ર મનુષ્યોમાં જ નહીં, પણ પ્રકૃતિના દરેક જીવોમાં સમાયેલ છે.