Papaya Toxicity Alert: પપૈયા ખાતા પહેલાં આ જાણવું જરૂરી, નહીં તો સ્વાસ્થ્ય માટે બની શકે છે જોખમી
Papaya Toxicity Alert: કુદરતે પૃથ્વી પરની દરેક વસ્તુ એક ખાસ ઉદ્દેશ્ય સાથે બનાવી છે. ભલે તે એક નાનું ફૂલ કેમ ન હોય, તે પણ કોઈને કોઈ રીતે ફાયદાકારક હોય છે. વર્ષો પહેલા જ્યારે દવાઓ ન હતી, ત્યારે લોકો ફળો અને શાકભાજી દ્વારા જ તમામ જરૂરી પોષક તત્વો મેળવતા.
સમય સાથે લોભ વધ્યો અને આજના સમયમાં ઘણા ખેડૂતો વધુ નફા માટે ખતરનાક રીતો અપનાવી રહ્યા છે. ફળ અને શાકભાજી, જે સ્વાસ્થ્ય માટે એક સમય વરદાન હતા, આજે તેના પર જંતુનાશકો અને રાસાયણિક દ્રાવણોનો અતિશય ઉપયોગ થઈ રહ્યો છે. તાજેતરમાં જ દ્રાક્ષ પછી પપૈયાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જે જોઈને તમે વિચારમાં પડી જશો.
View this post on Instagram
વાયરલ વીડિયોમાં ખેડૂતો પપૈયાને સફેદ દ્રાવણમાં ડૂબાડી રહ્યા છે અને પછી કાગળમાં લપેટી રહ્યા છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે જે લોકો પપૈયા સાથે કામ કરી રહ્યા છે તેઓ પોતે જ તેને ખાલી હાથે સ્પર્શ કરી રહ્યા નથી!
આ રાસાયણિક પ્રકિયા ફળોને લાંબા સમય સુધી તાજા રાખવા માટે થાય છે. પપૈયા ઝડપથી પાકી ન જાય અને ખેડૂતો તેને વેચી શકે, એ માટે ખતરનાક કેમિકલ વપરાય છે. પરંતુ આ રસાયણ માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે અને લાંબા ગાળે જીવલેણ રોગોનું કારણ બની શકે છે.