Orcas attack blue whale video: દરિયાના ભયાનક શિકારીઓ, ઓર્કા વ્હેલોએ પિગ્મી બ્લુ વ્હેલનો કર્યો શિકાર, જોયું જીવંત રોમાંચક દ્રશ્ય
Orcas attack blue whale video: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના બ્રેમર કેન્યોન મરીન પાર્ક ખાતે સમુદ્રના શાંત મોજાં વચ્ચે 7 એપ્રિલે એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, જ્યારે 60થી વધુ ઓર્કા વ્હેલોએ એક પિગ્મી બ્લુ વ્હેલને ઘેરીને તેનો સફળ શિકાર કર્યો. આ દુર્લભ ઘટના મહેઝ 40 મિનિટની અંદર બની ગઈ, જેને નેચરલ ચાટર્સ વ્હેલ વોચિંગ ટૂરના યાત્રિકોએ પોતાના આંખે જોઈ, જે પોતાની જગ્યાએ જીવંત અનુભવ હતો.
પિગ્મી બ્લુ વ્હેલ, જે બ્લુ વ્હેલની નાની અને દુર્લભ પ્રજાતિ છે, IUCN રેડ લિસ્ટમાં લુપ્તપ્રાય તરીકે નોંધાઈ છે. ઓર્કા વ્હેલો, જેને કિલર વ્હેલ પણ કહે છે, દરિયાઈ દુનિયામાં સૌથી ચાલાક અને શક્તિશાળી શિકારીઓ માનવામાં આવે છે. તેઓ ટોળામાં શિકાર કરે છે અને દરેક સભ્ય પોતાનું નક્કી કરેલું કાર્ય નિભાવે છે.
આ ઘટના દરમિયાન, ઓર્કા વ્હેલો પહેલા પિગ્મી વ્હેલનો પીછો કરતા રહ્યા અને તેને થાકી પાડ્યા બાદ ઘેરી લીધી. અંતે તેમને શિકાર કરીને પૂંછડી મારતા અને કૂદતા જોઈ શકાયું, જે તેમનો શિકાર સફળ રહેવાનો સંકેત હતો.
View this post on Instagram
આ પ્રકારની ઘટનાઓનું દસ્તાવેજીકરણ ખૂબ જ દુર્લભ છે. અગાઉ પણ ઓર્કા વ્હેલના એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં તેઓ મોટા દરિયાઈ જીવો જેમ કે વ્હેલ શાર્કનો શિકાર કરતા હોય. ગયા વર્ષે મેક્સિકોના દરિયામાં પણ ઓર્કાએ વ્હેલ શાર્ક પર વ્યૂહરચનાત્મક હુમલો કર્યો હતો.
ઓર્કા વ્હેલો માત્ર માછલીઓ જ નહીં, પણ પેંગ્વિન, સીલ અને અન્ય દરિયાઈ જીવો પર પણ હુમલો કરે છે. તેમની આક્રમક શિકાર શૈલી અને ટોળા સાથેની એકતા તેમને દરિયાનું સૌથી ભયાનક શિકારી બનાવે છે.