One House Two Countries: એક ઘર, બે દેશ, નાગાલેન્ડનું અનોખું ઘર!
One House Two Countries: ક્યારેય તમે વિચાર્યું છે કે ફક્ત એક રૂમથી બીજા રૂમમાં જતાં જ તમારી નાગરિકતા બદલાઈ શકે? સાંભળવામાં થોડી નવાઈ લાગે, પણ આ હકીકત છે! ભારતના નાગાલેન્ડ રાજ્યમાં આવેલું લોંગવા ગામ એક અનોખું સ્થળ છે, જ્યાં એક ઘર એવું છે જે ભારત અને મ્યાનમાર બંને દેશોની સરહદ પર વસેલું છે.
અનોખું ઘર, અનોખી વ્યાખ્યા
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પ્રભાવક અક્ષય દ્વારા શેર કરાયેલા વીડિયોએ આ ઘરને વાયરલ બનાવી દીધું છે. અક્ષયે પોતાના વ્લોગમાં બતાવ્યું કે આ ઘરનું રસોડુ મ્યાનમારમાં છે અને બેડરૂમ ભારતમાં, એટલે કે તમે એક રૂમમાં ભારતના નાગરિક અને બીજા રૂમમાં મ્યાનમારના નાગરિક!
View this post on Instagram
વિશિષ્ટ દરજ્જો – FMR સિસ્ટમ
આ ગામ ફ્રી મૂવમેન્ટ રિજીમ (FMR) હેઠળ આવે છે, જેના કારણે સ્થાનિક લોકો બંને દેશોમાં સ્વતંત્ર આવાજવી કરી શકે છે. એટલે કે અહીંના લોકો બેવડી નાગરિકતા ધરાવે છે. લોકો દરરોજ આ સરહદ પાર કરીને શાળા અને ઓફિસ જાય છે.
વિડિયો જોઈને લોકો દંગ!
સોશિયલ મીડિયા પર આ જગ્યા વિશે ચર્ચાઓ ચાલી રહી છે અને ઘણા પ્રવાસીઓએ અહીં એકવાર ફરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમે આ અનોખા ગામ વિશે શું વિચારો છો?