Neighbour write note to girl: છોકરી અને બોયફ્રેન્ડ સાથે રહેતા હતા, મોડી રાત્રે આવતાં અવાજો પર પાડોશીએ એવો પત્ર લખ્યો કે લોકો દંગ રહી ગયા!
Neighbour write note to girl: પાડોશીઓ સાથે સારા સંબંધો જાળવવા જરૂરી છે, કારણ કે અનેક વાર પડોશીઓ જ મુશ્કેલીમાં સહારો આપે છે. પરંતુ, કેટલીક વખત તેમના કારણે મુશ્કેલીઓ પણ સર્જાય છે. તાજેતરમાં, એક મહિલાએ તેની પડોશમાં રહેતી છોકરી અને તેના બોયફ્રેન્ડથી પરેશાન થઈને એક પત્ર લખ્યો, જે હવે ચર્ચાનો વિષય બની ગયો છે.
આ મામલો રેડિટ પર @thecuriosityofAlice નામના યુઝરે શેર કર્યો હતો. તેમને એક એપાર્ટમેન્ટના કોરિડોરમાંથી મળેલો પત્ર પોસ્ટ કર્યો, જે એક મહિલાએ પોતાની પડોશી છોકરી માટે લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે તે તેના બોયફ્રેન્ડ સાથે જે પણ કરે છે તે તેની વ્યક્તિગત બાબત છે, પણ તેમના ખાનગી પળોના ઉંચા અવાજથી તે ખૂબ પરેશાન છે.
Found in an apartment hallway
byu/thecuriosityofAlice inFoundPaper
મહિલાએ કહ્યું કે રાત્રિના આવા અવાજોને કારણે તેણે ઊંઘ ગુમાવી દીધી છે, અને તેના માટે અભ્યાસ કરવો અથવા કામ કરવું મુશ્કેલ બની ગયું છે. છોકરીએ અઠવાડિયાના અંતે (વીકએન્ડ) એવું કરવું હોય તો કોઈ દોષ નથી, પણ કામકાજના દિવસોમાં રાત્રે 10 વાગ્યા પછી અવાજ ઓછા રાખવા માટે વિનંતી કરી. જો આ મુદ્દે પર્સનલ રીતે વાત કરવી હોય તો તેનું સ્વાગત છે.
આ પોસ્ટ પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી, કેટલાક મહિલાની સાથે સહમત હતા, તો કેટલાકે છોકરીને પણ સપોર્ટ આપ્યો. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાઈ રહી છે.