Mumbai Room Rent Shock: મુંબઈમાં એક અનફર્નિશ્ડ રૂમ માટે 52,000 રૂપિયાનું ભાડું! સોશિયલ મીડિયા પર લાગી મીમ્સની લાઇન
Mumbai Room Rent Shock: મુંબઈની ઓળખ બોલીવુડ, મજેદાર સ્ટ્રીટ ફૂડ અને દરિયાની ઠંડી હવા માટે જાણીતી છે. પણ જયારે અહીંના રહેઠાણના ભાડાની વાત આવે ત્યારે લોકોના હોશ ઉડી જાય છે. મેટ્રોપોલિટન શહેરમાં રહેવું કોઈ સહેલું કામ નથી અને એ વાત ફરીથી સાબિત થઈ છે એક વાયરલ પોસ્ટના આધારે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (હવે Twitter) પર ઓશિન ભટે નામના યુઝરે તેમના 2BHK ફ્લેટમાંથી એક અનફર્નિશ્ડ માસ્ટર બેડરૂમ ભાડે આપવાની જાહેરાત કરી. આ રૂમ મુંબઈના પરેલ વિસ્તારમાં આવેલો છે અને દરેક મહિને ભાડું આશરે ₹52,000 રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, આખા ફ્લેટનું કુલ ભાડું લગભગ ₹1 લાખ છે, જે જોઈને ઈન્ટરનેટ યુઝર્સનું સરપ્રાઈઝ થવું સ્વાભાવિક છે.
hey guys, im looking for a female flatmate(to join me in 2bhk) in parel. its an unfurnished master bedroom and the rent is 52k, comes with gym, jogging track and good amenities. the view is breathtaking, as its a higher floor. preferably aged 20-25. pic.twitter.com/lSZyBLXng2
— ohshin (@ohshinbhat) April 16, 2025
ભટ્ટે લખ્યું કે તેઓ એક મહિલા ફ્લેટમેટ શોધી રહ્યા છે જે 20થી 25 વર્ષની વયવર્ગની હોય. તેમણે રૂમના ફીચર્સ જણાવીને કહ્યું કે ફ્લેટમાં જીમ, જોગિંગ ટ્રેક અને ઉત્તમ દુશ્ય જેવી સુવિધાઓ છે. સોશિયલ મીડિયા પર તેઓએ એપાર્ટમેન્ટના ફોટા પણ શેર કર્યા.
જેમજ આ પોસ્ટ વાયરલ થઈ, લોકોના પ્રતિસાદનો વરસાદ શરૂ થયો. એક યુઝરે ટીકા કરતા લખ્યું કે, “ગાઝિયાબાદમાં એટલાં પૈસામાં આખું ફ્લેટ મળી જાય.” બીજાએ કહ્યું, “કેટલાય લોકોનો માસિક પગાર એટલો પણ નથી જેટલું અહીંના રૂમનું ભાડું છે.” એક લોકપ્રિય ટિપ્પણીમાં લખાયું, “રસોડામાં વોશિંગ મશીન કેમ છે? એનું પણ ભાડું લેવાશે શું?”
મુંબઈમાં ઊંચા ભાડા નવી વાત નથી, પણ દરેક વખતે આવી જાહેરાતો લોકોના ચહેરા પર હસાવા માટે મીમ્સ અને વિવાદનું કારણ બની જાય છે.