MST Pass Dispute in Train: ટ્રેનમાં MST પાસ લઈને AC કોચમાં મુસાફરી, મહિલા અને TTE વચ્ચે ભારે દલીલ
MST Pass Dispute in Train: ટ્રેનમાં ટિકિટ વગર અથવા ખોટી ટિકિટ લઈને મુસાફરી કરવી ગંભીર મુદ્દો છે. આવો જ એક બનાવ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યો છે, જ્યાં એક મહિલા મુસાફર અને TTE (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) વચ્ચે MST પાસની માન્યતા અંગે દલીલ થઇ.
વિગતમાં જોઈએ તો, મહિલા પોતાના MST પાસ સાથે ટ્રેનના 2AC કોચમાં મુસાફરી કરી રહી હતી. જ્યારે TTEએ તેનો વિરોધ કર્યો, ત્યારે મહિલા પોતાને સાચા હોવાનો દાવો કરતી રહી. જાણીતા રીતે, MST પાસ માત્ર પેસેન્જર ટ્રેન, સામાન્ય બોગી અને MEMU ટ્રેનો માટે માન્ય છે. લાંબા અંતરની સુપરફાસ્ટ ટ્રેનોના 1AC, 2AC કે 3AC કોચ માટે તેનો ઉપયોગ માન્ય નથી. આવી સ્થિતિમાં, TTE મુસાફર સામે કાર્યવાહી પણ કરી શકે છે.
આ ઘટનાના વીડિયોમાં, મહિલા TTE સાથે દલીલ કરતી જોવા મળે છે કે તે MST પાસથી કોઈપણ કોચમાં મુસાફરી કરી શકે છે. TTE તેને સ્પષ્ટ રીતે જવાબ આપે છે કે MST પાસ માત્ર સામાન્ય અને AC ચેર કાર કોચ માટે માન્ય છે, જ્યારે 2ACમાં તે માન્ય નથી. મહિલા પોતાનું પાસ TTEને બતાવતી પણ જોવા મળે છે અને કહે છે કે તેને રેલવેના કર્મચારીઓએ આ રીતે મુસાફરી કરવાની છૂટ આપી હતી.
Kalesh b/w a TTE and Lady Passenger inside Indian Railways over some ticket issues (Full Context in the Clip) pic.twitter.com/9KjwJzqjst
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 24, 2025
વિડિયો દરમિયાન TTE પોતાના સિનિયરને ફોન કરી વિગતો પુછે છે. સિનિયર અધિકારી પણ સ્પષ્ટ કરે છે કે MST પાસ 2AC કોચમાં માન્ય નથી. અંતે, મહિલા તેના ભાઈ સાથે TTEની વાત કરાવે છે અને લગભગ ત્રણ મિનિટ ચાલેલો વિવાદ અહીં પૂરો થાય છે.
આ ક્લિપ @gharkekalesh હેન્ડલ દ્વારા X પર શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથે લખાયું હતું કે ભારતીય રેલવેમાં ટિકિટ મુદ્દે મહિલા મુસાફર અને TTE વચ્ચે વિવાદ થયો છે. વીડિયોને અત્યાર સુધીમાં 22 હજારથી વધુ વ્યૂઝ અને 350થી વધુ લાઇક્સ મળ્યા છે.
યુઝર્સ પણ પોસ્ટ પર ઉત્સાહભેર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાકે જણાવ્યું કે ટ્રેનમાં મહિલાની દલીલ સાચી હોવી દુર્લભ છે, જ્યારે ઘણા લોકોએ TTEના વ્યવહાર અને વ્યાવસાયિકતાની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું કે TTE પોતાનું કામ કરી રહ્યો હતો અને દલીલ કર્યા વિના નિયમો મુજબ કાર્યવાહી કરી.