Man Ignites Gas Stove With Mosquito Killer Racket: માચીસ ના લાઈટર, બેચલરનો ખતરનાક જુગાડ, રેકેટથી ચૂલો સળગાવ્યો
Man Ignites Gas Stove With Mosquito Killer Racket: સોશિયલ મીડિયા પર હાલમાં એક બેચલર યુવકનો વિડીયો ધમાલ મચાવી રહ્યો છે, જેમાં તે પરંપરાગત લાઇટર કે માચીસનો ઉપયોગ કર્યા વિના રાંધણગેસનો ચૂલો સળગાવે છે. વિડીયોમાં યુવક મચ્છર મારવા માટે વપરાતી ઇલેક્ટ્રિક રેકેટની મદદથી ચૂલો પ્રગટાવે છે. જુઓ તો હસી પણ આવે, પણ આ જુગાડ એટલો ખતરનાક છે કે એક નાનકડી ભૂલ પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક પહેલા રેકેટને બર્નર પર મૂકે છે, પછી તે એક સ્ટીલની છરી લઇ રેકેટ અને બર્નરને સ્પર્શ કરે છે. બસ, થોડીજ સેકન્ડમાં આગ લાગે છે અને ચૂલો ચાલુ થઈ જાય છે. બધું જોઈને લાગે કે ચાલાકીથી વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે, પણ વાસ્તવમાં આ એક ખૂબ જ જોખમી પ્રવૃત્તિ છે.
વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર @raxarmy07 દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં કેપ્શનમાં લખાયું છે – ‘કોઈ બજેટ નથી ભાઈ!’ વિડિયોને અત્યાર સુધી 10 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને લોકો આ જુગાડને જોઈ ચોંકી ગયા છે.
View this post on Instagram
કોમેન્ટ બોક્સમાં લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલાકે આ જુગાડની મઝાક ઊડાવી તો કેટલાકે ગંભીર ચેતવણી આપી. એક યુઝરે લખ્યું, ‘ભાઈ આવું ના કર, જો આગ લાગી જાય તો મોટી દુર્ઘટના થઇ શકે.’ બીજાએ લખ્યું, ‘ટેક્નોલોજી કેટલી આગળ ગઈ છે.’ અને ત્રીજાએ તો કહ્યું, ‘મેં પણ ટ્રાય કર્યું, હવે છાપરીયું ભરી રહ્યો છું!’
એટલે હસી પડો, પણ ભાઈ આ જુગાડને ઘરમા ના અજમાવવો, કારણકે ગેસ અને વીજળી સાથે રમવું ભયાનક પરિણામ આપી શકે છે.