Man found letter on bus stand: બસ સ્ટેન્ડ પર મળ્યો અનોખો પત્ર, વાંચીને માણસ હસી પડ્યો અને પ્રેરિત થયો!
Man found letter on bus stand: ક્યારેક અચાનક મળી આવેલી વસ્તુઓ આપણું મન આનંદથી ભરી દેતી હોય છે. આવો જ એક બનાવ સ્કોટલેન્ડના બસ સ્ટેન્ડ પર બન્યો, જ્યાં એક વ્યક્તિને ખુરશી પર અટવાયેલો કાગળ મળ્યો. કાગળ પર લખેલું હતું – “મને ખોલો”. રસમાં આવી તે વ્યક્તિએ કાગળ ખોલ્યો અને અંદર લખેલું વાંચતા જ તે હસી પડ્યો અને સાથે પ્રેરિત પણ થયો!
રેડિટ ગ્રુપ r/FoundPaper પર એક યુઝરે પોતાની સાથે થયેલા આ અનુભવે શેર કર્યો. પત્રમાં લખેલું હતું: “પ્રિય અજાણ્યા વ્યક્તિ, જો તમે હાલ કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો, તો યાદ રાખો કે હું તમારા પર ગર્વ અનુભવું છું. ભવિષ્યમાં તમારા માટે તેજસ્વી દિવસો છે, ભલે તમે હમણાં તેને જોઈ શકતા નથી. પોતાની સંભાળ રાખો, તમે ઉદાર, સંવેદનશીલ અને અદભૂત વ્યક્તિ છો.”
Found tucked into the corner of a seat at a bus shelter in Scotland
byu/Lucky_Buckets inFoundPaper
પત્રના અંતમાં લખેલું હતું કે તે એક એવી છોકરીએ લખ્યું હતું, જે લોકોના ચહેરા પર હાસ્ય લાવવા માગતી હતી.
આ હૃદયસ્પર્શી પત્ર વાયરલ થતાં અનેક લોકોએ કોમેન્ટ કરી. કેટલાકે કહ્યું કે તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને આ સંદેશ તેમના માટે ઉર્જાદાયક છે. એક યુઝરે લખ્યું કે, “આ વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા!”